ફેમાના નિર્ણય બાબતે અપીલ કરવા માટે આ વાતોનું ધ્યાન રાખશો

Release Date Release Number
011
Release Date:
ઓક્ટોબર 14, 2021

ન્યૂ યૉર્ક – તમે ન્યૂ યૉર્ક પર ઇડા વાવાઝોડું ત્રાટક્યા પછી હોનારતસંબંધી સહાયતા માટે ફેમા (FEMA)ને અરજી કરી અને તમને તેનો પત્ર મળ્યો છે અને તમને સમજાતું ન હોય કે તેનો શું અર્થ છે પરંતુ તમને લાગે છે કે આ પત્રમાં તમારા માટે સારા સમાચાર નથી તો આ બાબતો અહીં સમજો.

મોટાભાગે ફેમા (FEMA) અરજદારોને ત્યારે પત્ર મોકલે છે જ્યારે કોઈ માહિતી ખૂટતી હોય. બની શકે કે તમે ઓળખ પત્ર અથવા તમારા રહેઠાણના પુરાવા નથી આપ્યા અથવા તમે એ ઘરના પુરાવા નથી આપ્યા જ્યાં ઇડા વાવાઝોડા પહેલાં તમે વર્ષના મોટાભાગમાં રહ્યા હો. ફેમાના નિર્ણય બાબતે અપીલ કરવા માટે આ વાતોનું ધ્યાન રાખશો.

તમારી પાસે ફેમા (FEMA)ને અપીલ કરવા માટે 60 દિવસ છે

એ જાણી લેવું સૌથી મહત્ત્વનું છે કે તમારી પાસે અપીલ કરવાનો કેટલો સમય છે. ફેમાના પત્રની તારીખથી લઈને 60 દિવસ સુધીનો સમય ગણી લો. એ તારીખને તમારા કૅલેન્ડરમાં નોંધી લો જેથી તમને ફેમાને અપીલ કરવાની છેલ્લી તારીખ યાદ રહે. યાદ રાખજો કે ફેમા (FEMA)ને તમારો પત્ર મળે ત્યાર બાદ વધુ માહિતી માગવા માટે તમને ફૉલોઅપમાં ફોન કૉલ અથવા પત્ર મળશે.

અપીલ કરતા પહેલાં ફેમા (FEMA)નો પત્ર ધ્યાનપૂર્વક વાંચો

તમને સમજાશે કે ફેમા (FEMA) એ તમારી અરજી કેમ ફગાવી હતી અથવા તમને સહાયતા કેમ આપવાનો ઇન્કાર કર્યો હતો અથવા ફેમા (FEMA) તમારી અરજી પર કેમ કોઈ ફેંસલો નથી લઈ રહ્યું, મોટાભાગે કોઈ સાદાં કારણોસર જેમ કે કોઈ માહિતી કે દસ્તાવેજ ખૂટતા હોવાને પગલે આવું થાય છે.

તમારી અરજીને ટેકો આપે એવા પુરાવા પણ તેમાં સામેલ કરો

ફેમા પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરે તે માટે માત્ર તમારી અપીલનો પત્રજ પૂરતો નથી હોતો.  તમે જે માટે સહાયતાની અપીલ કરી રહ્યા તમારે તેના પુરાવા પણ આપવા પડે છે. ફેમા તરફથી માગવામાં આવતી માહિતી અને દસ્તાવેજ (કાગળિયાં) સામેલ કરવા જરૂરી છે. અપીલના પત્ર સાથે આ જોડવું જરૂરી છે:

  • ફેમાના પત્રની એક કૉપી જેમાં તમને સહાયતા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય અથવા તેમાં ફેમા તરફથી કોઈ નિર્ણય ન લેવાયા હોવાનું જણાવાયું હોય.
  • વીમાના પત્રો: તમારી વીમા કંપની તમારા મકાનના સમારકામના ખર્ચનો એક નાનકડો ભાગ ચૂકવી શકે અથવા તમારે નવી જગ્યાએ જવા માટે પૂરતી મદદ ન મળે અથવા નુકસાન પામેલો સામાન બદલવા માટે વીમા વડે પૂરતી મદદ ન મળે. યાદ રાખો કે વીમામાં કવર થયેલ ખર્ચની ભરપાઈ ફેમા (FEMA) ન કરી શકે.
  • ઑક્યુપેન્સી (રહેવા જવાનો) પુરાવો: યુટિલિટી બિલની કૉપી, ડ્રાઇવર્સ લાઇસન્સ, લીઝ અથવા બૅન્ક સ્ટેટમેન્ટ, સ્થાનિક શાળાસંબંધી કાગળિયાં, વાહનનાં રજિસ્ટ્રેશનનો પુરાવો અથવા નોકરીદાતાનો પત્ર. આ દસ્તાવેજથી તમે પુરાવો આપી શકો કે તમારું ઘર અથવા ભાડે રહતાં મકાન જેને નુકસાન થયું છે તમારું પ્રાથમિક રહેઠાણ હતું. “પ્રાથમિક”નો અર્થ છે કે તમે ત્યાં વર્ષનો મોટોભાગ ત્યાં રહીને વિતાવ્યો.
  • માલિકીનો પુરાવો:  ગીરો મૂકવાના અથવા વીમાના દસ્તાવેજ; ટૅક્સની રસીદ અથવા ડીડ; 2016 સુધીના મોટા સમારકારમ અથવા મકાનમાં સુધારાવધારાની રસીદ; અથવા અદાલતના દસ્તાવેજ. જો તમારા દસ્તાવેજ ખોવાયા અથવા નષ્ટ થઈ ગયા છે તો  www.usa.gov/replace-vital-documents  પર ક્લિક કરો અને જાણો કે તમે કેવી રીતે ખોવાયેલા અથવા નષ્ટ થયેલા દસ્તાવેજ મેળવી શકો છો.
  • રસીદો અને અંદાજપત્ર:  મકાનના સમારકામની રસીદ, સમારકામના ખર્ચનો અંદાજ, કૉન્ટ્રૅક્ટર અથવા તમારી વીમા કંપનીની માહિતી.

તમે તમારી જાતે અપીલનો પત્ર નહીં લખી શકો? અપીલ પત્ર લખવા માટે કોઈની મદદ લઈ શકો છો

  • જો તમે અરજદાર છો પરંતુ તમે અપીલનો પત્ર જાતે નથી લખી શકતા તો અપીલ માટે કોઈની મદદ લો. તમારા પરિવારજન, મિત્ર કે પછી કોઈ વકીલની મદદ લઈ શકો છો.પરંતુ આ ગાઇડલાઇન્સનું ધ્યાન રાખવું. ફેમા (FEMA)ને સહી કરેલા એક નિવેદનમાં જણાવો કે તમે તમારા વતી અપીલ લખવા માટે તેમને અધિકૃત કર્યા છે. ફેમા હૅલ્પલાઇનના નિષ્ણાતો તમને સલાહ આપી શકે છે કે તમારે અપીલના પત્રમાં શું સામેલ કરવું અને અપીલ ઉપરાંત અન્ય કેટલાક વિષયોની માહિતી આપવી.
    • ફેમા હૅલ્પલાઇનને 800-621-3362 પર કૉલ કરો અથવા વીઆરએસ (વીડિયો રિલે સર્વિસ). હૅલ્પલાઇન અઠવાડિયામાં સાતેય દિવસ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી છે.

અપીલનો પત્ર ટપાલ, ફૅક્સથી મોકલી શકો છો કે ઑનલાઇન અપલોડ કરી શકો છો; પત્ર પર સહી કરવાનું અને તારીખ લખવાનું ભૂલશો નહીં

અપીલનો પત્ર મોકલ્યા પછી તમે શું આશા રાખી શકો

તમે અપીલનો પત્ર લખ્યો અને ફેમાના નિર્ણયનો પત્ર મળ્યા પછીના 60 દિવસની અંદર તેને ફેમાને મોકલી આપ્યો. હવે શું? ફેમા તરફથી તમારા પ્રાથમિક રહેઠાણના નિરીક્ષણ માટે તારીખ નક્કી કરવા કૉલ અથવા પત્ર મળી શકે છે. કોઈ પણ મામલામાં જો તમે ફેમાને અપીલનો પત્ર મોકલ્યો હોય તો ફેમા તરફથી તમને 90 દિવસની અંદર તેના નિર્ણય અંગેનો પત્ર મળી શકે છે.

યાદ રાખવું:

  • ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ જેમને ઇડા વાવાઝોડાં પછી કાયદાકીય અડચણો આવી રહી હોય તેઓ ટોલફ્રી લાઇન 888-399-5459 પર કૉલ કરીને સલાહ લઈ શકે છે. જો તમને કાયદાકીય સેવા આપનાર (લીગલ સર્વિસ પ્રોવાઇડર)ની જરૂર હોય તો https://nysba.org/ida પર જઈને ફૉર્મ ભરો. દાખલા તરીકે કાયદાકીય સહાયતામાં આનો સમાવેશ થાય છે:
    • સરકાર તરફથી અપાતા લાભ મેળવવામાં મદદ
    • જીવનવીમો, મેડિકલ અથવા પ્રૉપર્ટીના વીમાના ક્લેઇમ અંગે મદદ
    • મકાનના સમારકામ કરતા કૉન્ટ્રૅક્ટર્સ તથા કૉન્ટ્રૅક્ટસંબંધી મદદ
    • વિલ અથવા અગત્યના કાયદાકીય દસ્તાવેજ ખોવાઈ ગયા હોય કે હોનારતમાં નષ્ટ થયા હોય તો તેની બદલે નવા દસ્તાવેજ મેળવવામાં મદદ
    • ગ્રાહક સુરક્ષાની બાબત જેમકે ભાવમાં ગરબડ અથવા પુનર્નિર્માણ વખતે કૉન્ટ્રૅક્ટર દ્વારા છેતરપિંડીથી બચવામાં મદદ
    • (મોર્ટગેજ-ફોરક્લોઝર પ્રૉબલમ્સ) દેવાની રકમ ન ચૂકવવાને કારણે ગીરો મૂકેલી મિલકત છોડાવવાનો હક રદ કરવા અંગે કાઉન્સેલિંગ
    • મકાનમાલિક અને ભાડૂત વચ્ચેની બાબતો અંગે કાઉન્સેલિંગ
  • યાદ રાખવું જરૂરી છે કે ફેમા (FEMA)ની સહાયતા તે વીમાની અવેજી નથી અને હોનારતમાં થયેલી બધી નુકસાનીની ભરપાઈ પણ ન કરી શકે; તેનો હેતુ મૂળભૂત જરૂરિયાતો અને હોનારત પછી રાહતના પ્રયત્નોના પૂરક બનવાનો છે.
  • ફેમાની સહાયતા માટે આ રીતે અરજી કરી શકો: વેબસાઇટ DisasterAssistance.gov પર જાઓ, ફેમા ઍપ (FEMA mobile app) વાપરો અથવા ફેમા (FEMA) હૅલ્પલાઇન 800-621-3362 (વીઆરએસ) પર કૉલ કરો. લાઇન અઠવાડિયામાં સાતેય દિવસ સવારે આઠ વાગ્યાથી સાત વાગ્યા સુધી ચાલુ રહેશે અને ઑપરેટર તમને તમારી ભાષા બોલતા નિષ્ણાત સાથે વાત કરાવી શકશે.
  • જો તમે રિલે સર્વિસ જેમકે વીડિયો રિલે સર્વિસ, કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમા (FEM)ને તેનો નંબર આપો.
    • તમે ડિઝાસ્ટ્ર રિકવરી સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો અને ફેમાના સ્ટાફ અથવા અન્ય સંઘીય અને રાજ્યની એજન્સીઓના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળી શકો છો જે તમને હોનારતસંબંધી સહાયતાની માહિતી આપી શકે છે. તમારી નજીકના રિકવરી સેન્ટરને શોધવા માટે DRC Locator (fema.gov) વેબસાઇટ પર જાઓ.
    • ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોમવાર, છ ડિસેમ્બર છે.
  • વધુ ઑનલાઇન માહિતી અને ફેમાના ડાઉનલોડ કરી શકાય તેવા ચોપાનિયાં અને અન્ય મદદ માટે, DisasterAssistance.gov વેબસાઇટ પર જાઓ અને “ઇન્ફૉર્મેશન” પર ક્લિક કરો.
  • ખાસ સામુદાયિક મદદ આપતી અજન્સીઓની માહિતી મેળવવા માટે 211 પર કૉલ કરો અથવા  https://www.211nys.org/contact-us વેબસાઇટ પર જાઓ. ન્યૂ યૉર્કના રહેવાસીઓ, 311 પર કૉલ કરો.
  • ન્યૂ યૉર્કમાં આવેલા ઇડા વાવાઝોડાં પછી રાહતકાર્યની તાજી માહિતી www.fema.gov/disaster/4615 વેબસાઇટ પર મેળવો. ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુક પર અહીં www.facebook.com/fema  ફૉલો કરો.
Tags:
સુધાર્યુ