તમારા FEMA અનુદાનનો ચતુરાઇપૂર્વક ખર્ચ કરો

Release Date Release Number
009
Release Date:
ઓક્ટોબર 4, 2021

ન્યૂયોર્ક -- પાત્રતા ધરાવતા બચી ગયેલા લોકોને ભાડાની સહાય, ઘર રિપેરિંગ અથવા અન્ય શ્રેણીઓમાં આવતી સહાય માટે ભંડોળ પ્રાપ્ત થવાનું શરૂ થઇ ગયુ હોવાથી, નિશ્ચિંત રહો કે હોનારત સહાય ભંડોળ ટેક્સ-મુક્ત છે. FEMAનો સૂચના પત્ર તમને હોનારત સહાય ભંડોળના યોગ્ય ઉપયોગ વિશે માહિતી આપશે. FEMA તમને તમારા એવોર્ડ પત્રમાં જણાવ્યા અનુસાર અને માત્ર હોનારત સંબંધિત ખર્ચ માટે જ ભંડોળનો ઉપયોગ કરવાનો અનુરોધ કરે છે.

અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે:

FEMA તમને એક સૂચના પત્ર મોકલશે જેમાં તમે કેવા પ્રકારની સહાય મેળવવા માટે પાત્રતા ધરાવો છો અને દરેક પાત્રતા ધરાવતી જરૂરિયાતો માટે કેટલી રકમની FEMA સહાય મળે છે તેની માહિતી આપેલી રહેશે. તેમાં આ સામેલ હોઇ શકે છે:

  • ઘરનું રિપેરિંગ (જેમકે, સ્ટ્રક્ચર, પાણી, ખાળકુવો અને ગટરની સિસ્ટમ)
  • હંગામી ધોરણે અન્ય સ્થળે રહેવા માટે ભાડા સહાય.
  • નુકસાન થયેલા પ્રાથમિક વાહનના રિપેરિંગ અથવા તેની ફેરબદલી માટે.
  • હોનારતના કારણે થયેલી ઇજાની સારવાર માટે ખિસ્સામાંથી થતા વીમા વગરના ખર્ચ.
  • વ્યાવસાયિક સ્પેશિયલાઇઝ્ડ ટૂલ્સના રિપેરિંગ અથવા ફેરબદલી માટે.
  • આવશ્યક શૈક્ષણિક સામગ્રીઓ (જેમકે, કોમ્પ્યૂટર, શાળાના પુસ્તકો, પુરવઠા)
  • હોનારત સંબંધિત હેરફેર અને સંગ્રહના ખર્ચ તેમજ હોનારત સંબંધિત અન્ય ખર્ચ.

તમે તમારું FEMA અનુસાર એવી રીતે ખર્ચી શકો છો જે તમને તમારું ઘર સલામત, સ્વચ્છ અને રહેવા માટે યોગ્ય બનાવવામાં મદદ કરે. તમે કેવી રીતે હોનારત ભંડોળનો ખર્ચ કર્યો તેનું દસ્તાવેજીકરણ કરવાનું યાદ રાખો અને તમે કેવી રીતે ખર્ચ કર્યો તેની ચકાસણી માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી બધી જ રસીદો સાચવી રાખો.

હોનારત અનુદાન નિયમિત ગુજરાનના ખર્ચા જેમકે, ઉપયોગિતા, ભોજન, તબીબી અથવા ડેન્ટલ બિલ, મુસાફરી, મનોરંજન અથવા અન્ય વિવેકાધીન ખર્ચા કે જે હોનારત સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નથી તેમાં ઉપયોગ કરવા માટે નથી.

ફેડરલ કાયદો અન્ય સ્રોતોમાંથી સહાયનું ડુપ્લિકેટિંગ કરવા સામે પ્રતિબંધ મૂકે છે.

તમે DisasterAssistance.gov પર FEMA સહાય માટે અરજી કરી શકો છો, FEMA મોબાઇલ એપનો ઉપયોગ કરો અથવા 800-621-3362 (711/VRS) પર FEMA હેલ્પલાઇનને કૉલ કરો. લાઇનો સપ્તાહના સાતેય દિવસ સવારે 8 થી રાત્રે 7 વાગ્યા સુધી ચાલુ છે અને ઓપરેટરો તમારી ભાષામાં વાત કરતા હોય તેવા વિશેષજ્ઞો સાથે તમને જોડી શકે છે. જો તમે વીડિયો રિલે સેવા, કેપ્શન્ડ ટેલિફોન સેવા અથવા તેના જેવી અન્ય વીડિયો રિલે સેવાનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો, તે સેવા માટે FEMAને નંબર આપો.

સામુદાયિક વિશેષ જરૂરિયાતોને સહકાર આપતી એજન્સીઓને રેફરલ માટે, તમારા નજીકના 211 કાઉન્ટ્સ સેન્ટરનો https://www.211nys.org/contact-us પર સંપર્ક કરો. ન્યૂયોર્ક શહેરમાં, 311 પર કૉલ કરો, બહારના વિસ્તારો માટે 211 પર કૉલ કરો.

વાવાઝોડાના કારણે રિકવરીના પ્રયાસો અંગે સત્તાવાર માહિતી માટે, કૃપા કરીને https://www.fema.gov/disaster/4615ની મુલાકાત લો. અમને ફોલો કરો ટ્વીટર પર twitter.com/femaregion2 અને www.facebook.com/femaની મુલાકાત લો.

Tags:
સુધાર્યુ