ઇડાથી પ્રભાવિત બધા લોકોને ન્યૂ જર્સી અને ફેમા સમાન રૂપથી માહિતી આપવા પ્રતિબદ્ધ છે

Release Date:
ઓક્ટોબર 15, 2021

સંઘીય હોનારત સહાયતા કાર્યક્રમની માહિતી સમાન રૂપથી બધા પ્રભાવિતો માટે ઉપલબ્ધ છે જેમાં સહાયતા માટે અરજી કેવી રીતે કરવી એ પણ સામેલ છે.

ન્યૂ જર્સી રાજ્ય તથા ફેમા (FEMA), ઇડા વાવાઝોડાના પગલે આવેલી હોનારતથી પ્રભાવિત લોકો જેમાં વિકલાંગ અને સહાય સુધી પહોંચવામાં અક્ષમ અથવા અન્ય મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો પણ સામેલ છે, તેમની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

જો તમને વિકલાંગતા, જરૂરિયાત સુધી પહોંચવામાં મુશ્કેલી અથવા ભાષાસંબંધી જરૂરિયાતને પગલે રહેઠાણ કે અન્ય સહાયતા જોઈતી હોય તો જ્યારે તમે સહાય માટે અરજી કરો ત્યારે અથવા હોનારતસંબંધી સહાયતાની પ્રક્રિયા દરમિયાન ક્યારેય પણ ફેમા(FEMA)ને જણાવી શકો છો.

બર્ગન, ગ્લૂસ્ટર, એસેક્સ, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મૉરિસ, પેસૅક, સોમરસેટ, યુનિયન અને વૉરેન કાઉન્ટીના રહેવાસીઓ જે હોનારતથી પ્રભાવિત છે તેઓ મદદ માટે ફેમા (FEMA) ને મકાનના સમારકામ અને હોનારતસંબંધી જરૂરી ખર્ચ સામે સહાયતા માટે અરજી કરી શકે છે. પરંતુ પ્રાથમિક મકાનને નુકસાન, તારીખ એક સપ્ટેમ્બરથી ત્રીજી સપ્ટેમ્બરની વચ્ચે થયું હોવું જોઈએ. 

સમાનરૂપે માહિતી મેળવવા માગો છો? તો માગો

ફેમા (FEMA) તમને દુભાષિયા, રિયલટાઇમ કૅપ્શનિંગ (વાત કરતી વખતે કૅપ્શન) અને અન્ય ફૉર્મેટમાં માહિતી પૂરી પાડી શકે છે જેમકે મોટા પ્રિન્ટ, ઑડિયો અને ઇલેક્ટ્રોનિક વર્ઝન્સ તથા બ્રેઇલમાં પણ માહિતી આપી શકે છે. એજન્સી ફોમાના સ્ટાફ સાથે સંપર્ક કરવા તથા ફેમાના પ્રોગ્રામ્સને સમજવા માટે મફત સેવા આપે છે. સહાયમાં આ બધું સામેલ છે:

  • ફેમાની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પર ઇલેક્ટ્રોનિક ફૉર્મેટમાં માહિતી ઉપલબ્ધ છે
  • યોગ્યતા ધરાવતા સાઇન લૅંગુવેજ ઇન્ટરપ્રેટર્સ
  • યોગ્યતા પ્રાપ્ત બહુભાષી ઇન્ટરપ્રેટર્સ
  • અનેક ભાષાઓમાં લિખિત માહિતી
  • વ્યક્તિગત રીતે પણ સહાયતા અંગે માહિતી મેળવી શકો છો

ફેમા (FEMA)એ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સ ખોલ્યાં છે જ્યાં તમે ફેમા તથા યુ.એસ. સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓને મળીને તમારા માટે ઉપલબ્ધ હોનારતસંબંધી સહાયતાની માહિતી મેળવી શકો છો. તમારી નજીકનું રિકવરી સેન્ટર શોધવા માટે, fema.gov/drc વેબસાઇટ પર જાઓ અથવા ડીઆરસી (DRC) લખીને 43362 પર ટેકસ્ટ મૅસેજ મોકલાવો.  મૅસેજ તથા ડેટાનો સ્ટાન્ડર્ડ ભાવ લાગુ થશે.

જો સંવાદ માટે સાઇન લૅંગુવેજ પસંદ કરી હોય તો દરેક ડીઆરસીમાં આઈપૅડ્સ અને વીડિયો રિમોટ ઇન્ટરપ્રેટિવ સર્વિસ ઉપલબ્ધ છે.

વધુ ઑનલાઇન માહિતી તથા ફેમાના ચોપાનિયાં અને અન્ય સહાયતા માટે,  DisasterAssistance.gov વેબસાઇટ પર જાઓ અને “ઇન્ફર્મેશન” પર ક્લિક કરો.

Tags:
સુધાર્યુ