ફેમાની સહાયતા આવકના રૂપમાં નથી ગણાતી અને તેના પર કરવેરો નથી લાગતો

Release Date Release Number
012
Release Date:
ઓક્ટોબર 20, 2021

ન્યૂ યૉર્ક – જે લોકોને સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ્સ અથવા અન્ય સરકારી સહાયતા મળતી હોય તેમણે એ ચિંતા કરવાની જરૂર નથી કે તેમને મળેલી ફેમાની હોનારતસંબંધી સહાયતાથી આ બધા સરકારી લાભ પર અસર થશે.

જો તમે બ્રૉંક્ઝ, કિંગ્ઝ, નસાઉ, ક્વીન્સ, રિચમંડ, રૉકલૅન્ડ, સુફૉક અથવા વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં રહેતા હો અને ફેમાને ઇડા વાવાઝોડા પછી સંઘીય હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરી હોય તો તમે સંઘીય સરકાર તરફથી મળતા (જેના માટે તમે લાયક છો તેવા) બાકીના લાભથી વંચિત નહીં થાઓ.

ફેમા ડિઝાસ્ટર ગ્રાન્ટ્સ ટૅક્સેબલ નથી એટલે તેના પર કરવેરો નહીં લાગે. ફેમાની ગ્રાન્ટ સ્વીકાર કરવાથી તમારા સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ, મેડિકેર, મેડિકૅડ, સપ્લિમેન્ટલ ન્યૂટ્રિશિયન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) અથવા અન્ય સંઘીય સહાયતા પ્રોગ્રામ્સ પ્રભાવિત નહીં થાય.

હોનારતસંબંધી ગ્રાન્ટ્સ તમારા અસ્થાઈ રહેઠાણ, ઇડા વાવાઝોડાનાં પગલે નુકસાન પામેલા ઘરના સામાનના સમારકામ, અંગત પ્રૉપર્ટીના રિપ્લેસમેન્ટ (સામાન બદલવા) અને અન્ય હોનારતને પગલે ઊભી થયેલી ગંભીર જરૂરિયાતો જેની ભરપાઈ વીમા અથવા અન્ય સ્રોતોથી ન થઈ શકતી હોય, તેમાં મદદરૂપ થઈ શકશે.

સંઘ તરફથી મળતી હોનારતસંબંધી સહાયતા માટે આ રીતે અરજી કરી શકો છો:

  • વેબસાઇટ DisasterAssistance.gov ની મુલાકાત લો, ફેમાની મોબાઇલ ઍપનો ઉપયોગ કરો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. તમે વીડિયો રિલે સર્વિસ વાપરો છો, કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ કે અન્ય કોઈ સર્વિસ, તો ફેમા(FEMA) ને એ નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સ્પેનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટપ્રેટર સાથે વાત કરવા માટે 3 દબાવો.
  • તમે ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત પણ લઈને ફેમા (FEMA)ના સ્ટાફ અને અન્ય સંઘીય તથા રાજ્યની એજન્સીઓના પ્રતિનિધિઓને મળી શકો છો જે તમને હોનારતસંબંધી સહાયતાની માહિતી આપી શકે છે. તમારી આસપાસના રિકવરી સેન્ટર શોધવા માટે  DRC Locator (fema.gov) વેબસાઇટ પર જાઓ.
  • રૉકલૅન્ડ કાઉન્ટી ડિઝાસ્ટર રિકવરી સેન્ટર દરરોજ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખૂલે છે:
    • ઑરેન્જટાઉન સૉકરક્લબ કૉમ્પલેક્સ, 175ઓલ્ડ ઑરેન્જબર્ગ રોડ, ઑરેન્જબર્ગ, એનવાઈ 10962
  • આ સેન્ટર્સ સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સોમવારથી શનિવારે ખુલ્લાં રહે છે, રવિવારના બંધ રહે છે:
  • હૉસ્ટસ કૉલેજ, 450 ગ્રાન્ડ કૉનકોર્સ, બ્રૉન્ક્ઝ, એનવાઈ 10451
  • ક્વીન્સ કૉલેજ, 152-45 મેલબૉર્ન એવન્યુ, ક્વીન્સ, એનવાઈ 11367
  • મેડગર એવર્સ કૉલેજ, 231 ક્રાઉન સ્ટ્રીટ., બ્રુકલિન, એનવાઈ 11225
  • કૉલેજ ઑફ સ્ટૅટેન આઈલૅન્ડ, 2800 વિક્ટરી બુલેવાર્ડ, સ્ટૅટન આઈલૅન્ડ, એનવાઈ 10314
  • માઇકલ જે. ટુલી પાર્ક ફિઝિકલ ઍક્ટિવિટી સેન્ટર, 1801 એવરગ્રીન એવન્યુ, ન્યૂ હાઇડ પાર્ક, એનવાઈ 11040
  • રોઝ કૅરાકાપા સિનિયર સેન્ટર, 739 એનવાઈ-25એ, માઉન્ટ સિનાઈ, એનવાઈ 11766
  • પબ્લિક લાઇબ્રેરી, 136 પ્રૉસપૅક્ટ એવન્યુ, મામારોનેક, એનવાઈ 10543

 

ફેમા (FEMA)ની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સોમવાર, છ ડિસેમ્બર છે.

વધુ ઑનલાઇન માહિતી માટે અને ફેમાના ડાઉનલોડ કરી શકાય તેવાં ચોપાનિયાં અને અન્ય સહાયતા માટે વેબસાઇટ DisasterAssistance.gov  પર જાઓ અને “ઇન્ફોર્મેશન”  પર ક્લિક કરો.

ખાસ સામુદાયિક જરૂરિયાતો માટે એજન્સીઓનો સંપર્ક કરવા 211 પર કૉલ કરો અથવા વેબસાઇટ   https://www.211nys.org/contact-us પર જાઓ. ન્યૂ યૉર્કના રહેવાસીઓ  311 પર કૉલ કરો.

ન્યૂ યૉર્કમાં રાહતકાર્યોની તાજી માહિતી માટે વેબસાઇટ www.fema.gov/disaster/4615  પર જાઓ. અમને ટ્વિટર પર અહીં  https://twitter.com/FEMARegion2  અને ફેસબુક પર અહીં  www.facebook.com/fema ફૉલો કરો.

Tags:
સુધાર્યુ