વીમાના દસ્તાવેજ ફેમાની અરજી પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે

Release Date:
ઓક્ટોબર 28, 2021

મકાનમાલિકો અને ભાડૂતો જેમની પાસે વીમો છે અને તેમણે ફેમા (FEMA)ને હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરી છે, તેમણે જલ્દીમાં જલ્દી વીમાનો ક્લેઇમ દાખલ કરવો જોઈએ.

ઇડા વાવાઝોડાને પગલે થયેલા નુકસાનની ભરપાઈ માટે જો તમે ફેમા(FEMA)ને સહાયતાની અરજી કરી છે તો તમારે ફેમાને તમારા વીમાના સંપૂર્ણ કવરેજની માહિતી આપવી જોઈએ જેમાં પૂરસંબંધી વીમો, મકાનમાલિક, વાહન, મોબાઇલ હોમ, મેડિકલ, દફનવિધિ વગેરે સંબંધી વીમા સામેલ છે.

હોનારતસંબંધી સહાયતા માટે ફેમા અરજદારની લાયકાત નક્કી કરે તે પહેલાં, વીમો કરાવેલો હોય તેવા અરજદારોએ વીમાના સેટલમેન્ટ અથવા બેનિફિટ્સ દર્શાવતા કાગળ આપવા પડશે. વીમો હોનારતસંબંધી ગ્રાન્ટ્સ આપવા કરતા વધુ આર્થિક સહાયતા પૂરી પાડે છે. કાયદા અનુસાર ફેમા વીમામાં કવર થતા નુકસાનની ભરપાઈ ન કરી શકે.

ફેમાના પ્રતિનિધિઓને અરજી સાથે વીમાના દસ્તાવેજ આપવાથી તમારી અરજી પર એ નક્કી કરી શકાશે કે વીમામાં કવર ન થયેલા નુકસાનની ભરપાઈને માટે તમે પાત્ર છો કે નહીં.

ફેમાને તમારી અરજીની સમીક્ષા માટે વીમા કંપનીના જે દસ્તાવેજો આપી શકાય તેમાં નીચે આપેલા દસ્તાવેજોનો સમાવેશ થાય છે:

  • ક્લેઇમને ફગાવતો પત્ર: વીમા કંપની અને તમારી પૉલિસી હેઠળ (અમુક પ્રકારનું નુકસાન) કવર ન થતું હોવાનો પુરાવો. 
  • સેટલમેન્ટનો પત્ર:  તમારી વીમા પૉલિસીમાં શું નુકસાન અને મિલકત કવર કરવામાં આવી છે. 
  • વિલંબનો પત્ર: તમારા ક્લેઇમ પર વીમા કંપનીએ નિર્ણય ન લીધો હોવાનો પુરાવો, અને તમારો ક્લેઇમ દાખલ કરીને 30 દિવસ થઈ ગયા હોવા જોઈએ.

ફેમા (FEMA) દસ્તાવેજો સાથેની દરેક અરજીના આધારે નક્કી કરે છે કે તમે કઈ સહાયતા માટે લાયકાત ધરાવો છો.

જો તમને પ્રાપ્ત થયેલા પત્ર મુજબ તમે સહાયતા મેળવવાના પાત્ર નથી, તો આ નિર્ણયમાં ફેરફાર માટે અતિરિક્ત દસ્તાવેજોની જરૂર હોઈ શકે છે. ફેમાના નિર્ણયને સમજવા માટે ફેમાનો પત્ર વાંચવો મહત્ત્વપૂર્ણ છે જેથી તમે જાણી શકો કે તમારે શું કરવાની જરૂર છે, બની શકે કે તમારે માત્ર વીમાના સેટલમેન્ટની કૉપી આપવાની જરૂર હોય.

જો તમારે કોઈ પ્રશ્ન હોય તો  800-621-3362 (ટીટીવાઈ: 800-462-7585) પર કૉલ કરો. ટોલ-ફ્રી ટેલિફોન લાઇન્સ અઠવાડિયાના સાતેય દિવસ (7 a.m.) સવારે સાત વાગ્યાથી (1 a.m.) સવારના એક વાગ્યા (E.T.) સુધી ખુલ્લી રહી છે. જો તમે રિલે સર્વિસ વાપરો છો જેમકે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમા (FEMA)ને તેનો નંબર આપો.

વેબસાઇટ fema.gov/disaster/4614 પર તાજી માહિતી મેળવો.  ફેમા રિજન ટુના ટ્વિટર અકાઉન્ટ  twitter.com/FEMAregion2 ને ફૉલો કરો.

Tags:
સુધાર્યુ