નિર્ધારણ પત્રો કાળજીપૂર્વક વાંચો

Release Date Release Number
005
Release Date:
સપ્ટેમ્બર 20, 2021

બ્રૂકલિન, N.Y. -- જો તમે FEMA સાથે નોંધણી કરાવી હોય અને હરિકેન ઇડાનાં અવશેષો પછી હોનારત સહાય માટે અરજી કરી હોય તો, તમને નિયમિત U.S પોસ્ટલ સર્વિસ મેલ દ્વારા અથવા ઇમેલ દ્વારા FEMA નો પત્ર પ્રાપ્ત થઈ શકે છે.

પત્ર ખૂબ જ કાળજીપૂર્વક વાંચો. તેમાં પાત્રતા સૂચનાઓ અને/અથવા વધુ માહિતી માટેની વિનંતીનો સમાવેશ હોઇ શકે છે. પાત્રતા સૂચન આપતો પત્ર અરજદારને FEMA ની તે પ્રકારની સહાયની જાણકારી આપે છે જેમાં FEMA દ્વારા તમે સહાય મેળવવાની પાત્રતા ધરાવો છો કે નથી ધરાવતા, જે તેઓ પ્રત્યેક પાત્રતા ધરાવતી જરૂરિયાત માટે પૂરી પાડે છે, કેમ તમે પાત્ર નથી ઠર્યા તેનાં કારણો, અપીલ પ્રક્રિયાનો ખુલાસો, અને કોઈપણ હોનારત સહાયતા સંબંધિત અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી, જેમાં સમાવેશ થાય છે ભંડોળનો યોગ્ય ઉપયોગ.

જો તમે પાત્ર ઠરેલ નથી તેવો નિર્ણય પ્રાપ્ત કરો તો, તે અંતિમ નિર્ણય ન હોય તેમ બની શકે. જો તમે FEMA નાં પાત્રતાનાં નિર્ણયથી અસહમત હોવ તો, તમે નિર્ણયની અપીલ કરી શકો છો. FEMA અરજદારની લેખિત અપીલ અને અરજદાર તરફથી અપીલને ટેકારૂપ પ્રાપ્ત થયેલ દસ્તાવેજીકરણની સમીક્ષા કરે છે. સમીક્ષાનાં આધારે, FEMA ક્યાં તો તમને લેખિત નિર્ણય પ્રદાન કરે છે અથવા તો વધુ માહિતી માટે વિનંતીઓ કરે છે. જો FEMA અપીલનું નું સમર્થન કરે, તો FEMA નાં નિર્ણયને અંતિમ માનવામાં આવે છે અને સામાન્ય રીતે, ફરી ધ્યાન પર લેવામાં આવશે નહીં.

એવું બની શકે કે તમારે ફક્ત વધુ માહિતી જ પૂરી પાડવાની જરૂર હોય. કદાચ:

  • તમે સાબિત કરેલ નથી કે હોનારત સમયે નુકસાન પામેલ ઘર તમારું મુખ્ય નિવાસસ્થાન હતું, અથવા તે સમયે તમે તે ઘરમાં રહેતા હતાં. FEMA એ તાજેતરમાં દસ્તાવેજીકરણનાં પ્રકારોને વિસ્તૃત કર્યા છે જેને FEMA, સહાય માટે તમારી વિનંતીનાં સમર્થનમાં સ્વીકારશે.
  • U.S. સ્મોલ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન ડિઝાસ્ટર લોન ઍપ્લિકેશન પરત કરવામાં આવી નથી. આ અરજીનો ઉપયોગ તે નિર્ધારિત કરવા માટે થાય છે કે તમે અન્ય અનુદાન પ્રોગ્રામ્સ કે સહાય માટે પાત્ર ઠરી શકો કે કેમ.  અરજી પરત ન કરવાથી તમે તેમની પાસે ગેરલાયક ઠરશો અને જો કોઇ લોન તમને રજૂ કરવામાં આવે તો તમારે તે લોનનો સ્વીકાર કરવો જરૂરી નથી.

જો તમે FEMA નાં પાત્રતાનાં નિર્ણયથી અસહમત હોવ તો, તમે નિર્ણયની અપીલ કરી શકો છો. FEMA અરજદારની લેખિત અપીલ અને અરજદાર તરફથી અપીલને ટેકારૂપ પ્રાપ્ત થયેલ દસ્તાવેજીકરણની સમીક્ષા કરે છે. સમીક્ષાનાં આધારે, FEMA ક્યાં તો તમને લેખિત નિર્ણય પ્રદાન કરે છે અથવા તો વધુ માહિતી માટે વિનંતીઓ કરે છે. જો FEMA અપીલનું નું સમર્થન કરે, તો FEMA નાં નિર્ણયને અંતિમ માનવામાં આવે છે અને સામાન્ય રીતે, ફરી ધ્યાન પર લેવામાં આવશે નહીં. તમે તમારી પાત્રતાની, તમને પૂરી પાડવામાં આવેલી મદદની રકમ અથવા પ્રકાર, મોડી અરજીનો અસ્વીકાર, પૈસા પરત કરવાની વિનંતી અથવા મદદ ચાલુ રાખવાની અપીલ કરી શકો છો. અપીલ FEMA ને મોકલવાની રહેશે અને જેના પર નિર્ણય પત્ર પ્રાપ્ત થયાની તારીખનાં 60 દિવસની અંદરનો પોસ્ટમાર્ક હોવો જોઇશે. અપીલ કરવા માટે, આ પગલાં અનુસરો:

  • અપીલ માટેનાં કારણ(ણો)નો ખુલાસો કરો અને અરજદાર તથા અરજદારે તેઓના વતી કાર્ય કરવા માટે અધિકૄતિ આપેલી વ્યક્તિએ સહી કરવાની રહેશે.
  • તમારું પૂરું નામ, જન્મ તારીખ, વર્તમાન સરનામું, હોનારત નંબર, અને FEMA રજિસ્ટ્રેશન નંબરનો સમાવેશ કરો.
    • સુનિશ્ચિત કરો કે પત્ર પર તારીખ લખેલી હોય અને સહી કરેલી હોય. દરેક પાના પર તમારા નવ-અંકનાં FEMA રજિસ્ટ્રેશન નંબરનો સમાવેશ કરો.
    • નીચેનામાંથી કોઇ એક સાથે અરજદારની સહી: નોટરીનો સ્ટૅમ્પ (સિક્કો) અથવા સીલ (મહોર); અથવા નિવેદન "હું આથી પેનલ્ટી ઑફ પર્જરી હેઠળ જાહેર કરું છું કે ઉપર જણાવેલું સાચું અને યોગ્ય છે."
  • FEMA નેશનલ પ્રોસેસિંગ સર્વિસ સેન્ટર, પી. ઓ. બોક્સ 10055  Hyattsville, MD 20782-7055 ને પત્ર મેલ કરો.
  • અથવા 800-827-8112 પર ફોર્મ ફૅક્સ કરો.
  • જો તમે સેટ કરેલ હોય તો, અપીલના પત્રો અને ટેકારૂપ દસ્તાવેજીકરણ DisasterAssistance.gov પરનાં તમારા અકાઉન્ટમાં અપલોડ કરી શકાય છે.
  • પત્ર અથવા સમગ્ર અપીલ પ્રક્રિયા અંગેનાં પ્રશ્નો માટે, તમે DisasterAssistance.govની મુલાકાત લઈ શકો છો. FEMA મોબાઇલ ઍપનો ઉપયોગ કરીને અથવા 800.621.3362 પર કૉલ કરીને. જો તમે રિલે સેવા જેવી કે વિડિયોફોન, ઇનોકેપ્શન અથવા કેપટેલનો ઉપયોગ કરતા હોવ તો, તે સેવા માટે FEMAને નંબર આપવો. ઓપરેટરો અઠવાડિયાના સાત દિવસ સ્થાનિક સમય મુજબ સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી ફરજ બજાવે છે.

      સમુદાયની વિશિષ્ટ જરૂરિયાતો માટે સહાય કરતી એજન્સીઓના સંદર્ભો માટે તમારા સૌથી નજીકના 211 કાઉન્ટ્સ સેન્ટર નો https://www.211nys.org/contact-usપર સંપર્ક કરશો . NYC માં 311 પર કૉલ કરો તથા અંતરિયાળ વિસ્તારોમાં માટે 211 પર કૉલ કરો.

      રિકવરી પ્રયાસ વિશેની સત્તાવાર માહિતી માટે, www.fema.gov/disaster/4615ની મુલાકાત લેવી. અમને ટિવટર twitter.com/femaregion2  અને www.facebook.com/fema પર ફૉલો કરો.

Tags:
સુધાર્યુ