એસબીએ લોન અરજી સબમિટ કરવી મહત્વપૂર્ણ છે

Release Date Release Number
006
Release Date:
સપ્ટેમ્બર 23, 2021

બ્રુકલિન, એન.વાય. - તમે ફેમા તરફથી આપત્તિ સહાય માટે અરજી કરો તે પછી, તમને યુ.એસ. સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં મોકલવામાં આવી શકે છે. જો તમને એસબીએ માં મોકલવામાં આવે, તો તમારે અરજી પૂર્ણ કરીને  અને સબમિટ કરવાની રહેશે.

જો તમારી અરજી મંજૂર કરવામાં આવે તો, તમે એસબીએ ડિઝાસ્ટર લોન સ્વીકારવા માટે બંધાયેલા નથી પરંતુ અરજી સબમિટ કરવામાં નિષ્ફળતા તમને અન્ય સંભવિત ફેમા તરફથી સહાય, જેમ કે આપત્તિ સંબંધિત કારની મરામત, જરૂરી ઘરની વસ્તુઓ અને અન્ય ખર્ચ, મેળવવા માટે ગેરલાયક ઠેરવી શકે છે.

એસબીએ આપત્તિ લોન એ બચી ગયેલા લોકો માટે સંઘીય આપત્તિ પુનઃપ્રાપ્તિ ભંડોળનો સૌથી મોટો સ્ત્રોત છે.  તમારી પુન:પ્રાપ્તિનું આયોજન કરવામાં, તમારી જાતને શક્ય બને તેટલા વધુ વિકલ્પો આપો. અરજી સબમિટ કરવાથી ઘરમાલિકો અને ભાડે આપનારાઓ માટે વધારાની ફેમા ગ્રાન્ટ માટે વિચારણા શક્ય બને છે.

અરજદારો DisasterLoanAssistance.sba.gov પર એસબીએની સુરક્ષિત વેબસાઇટનો ઉપયોગ કરીને ઓનલાઇન અરજી કરી શકે છે અથવા તેઓ એસબીએના આપત્તિ સહાય કાર્યક્રમ પર વધુ માહિતી માટે DisasterCustomerService@SBA.gov ઇમેઇલ કરી શકે છે.

અરજદારો એસબીએના ગ્રાહક સેવા કેન્દ્રને 800-659-2955 પર કોલ કરી શકે છે અથવા એસબીએ આપત્તિ સહાય અંગે વધુ માહિતી માટે disastercustomerservice@sba.gov પર ઇમેઇલ પણ કરી શકે છે. બધીર અથવા ઓછી સાંભળતી વ્યક્તિઓ 800-877-8339 પર કોલ કરી શકે છે.

વ્યવસાયો સંપત્તિના નુકસાન અથવા કાર્યશીલ મૂડીના કોઈપણ સંયોજન માટે $2 મિલિયન સુધી ઉધાર લઈ શકે છે. ઘરમાલિકો તેમના પ્રાથમિક નિવાસસ્થાનના સમારકામ અથવા ફેરબદલી માટે એસબીએ પાસેથી $200,000 સુધી ઉધાર લઈ શકે છે. ઘરમાલિકો અને ભાડે આપનારાઓ વ્યક્તિગત સંપત્તિના સમારકામ અથવા ફેરબદલી માટે $40,000 સુધી ઉધાર લઈ શકે છે.

અરજદારો એસબીએ દ્વારા ચકાસણી કરવામાં આવ્યા મુજબ, શમન હેતુઓ માટે, તેમના ભૌતિક નુકસાનના 20 ટકા સુધી લોનની રકમમાં વધારા માટે પાત્ર બની શકે છે. પાત્ર શમન સુધારાઓમાં સમ્પ પંપ, એલિવેશન, ફ્રેન્ચ ડ્રેઇન અથવા રિટેનિંગ દિવાલનો સમાવેશ થઈ શકે છે જેથી સંપત્તિ અને કબજેદારોને સમાન આપત્તિને કારણે ભવિષ્યમાં થતા નુકસાનથી બચાવવામાં મદદ મળી શકે.

વ્યવસાયો માટે વ્યાજદર 2.855 ટકા, બિનનફાકારક સંસ્થાઓ માટે  2 ટકા અને ઘરમાલિકો અને ભાડે આપનારાઓ માટે 1.563 ટકા જેટલા નીચા છે, જેની મુદતો 30 વર્ષ સુધીની છે.  લોનની રકમ અને મુદતો એસબીએ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે દરેક અરજદારની નાણાકીય સ્થિતિ પર આધારિત છે.

સંપત્તિના નુકસાન માટે અરજીઓ પરત કરવાની ફાઇલિંગની અંતિમ તારીખ 4 નવેમ્બર, 2021 છે. વર્કિંગ કેપિટલ એપ્લિકેશન્સ પરત કરવાની અંતિમ તારીખ 6 જૂન, 2022 છે.

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ સબસ્ટન્સ એબ્યુઝ એન્ડ મેન્ટલ હેલ્થ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશને તેની ડિઝાસ્ટર ડિસ્ટ્રેસ હેલ્પલાઇનને સક્રિય કરી હતી. આ ટોલ-ફ્રી, બહુભાષી, કટોકટી સહાય સેવા 24/7 ટેલિફોન મારફતે 800-985-5990 પર આપત્તિથી બચેલા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ ભાવનાત્મક તકલીફનો અનુભવ કરી રહ્યા છે. એએસએલ વપરાશકર્તાઓ 800-985-5990 પર વીડિયોફોન મારફતે અથવા disasterdistress.samhsa.gov ડીડીએચ વેબસાઇટ પર "એએસએલ નાઉ" વિકલ્પ પસંદ કરીને ડીડીએચનો સંપર્ક કરી શકે છે.

વધુ ઓનલાઇન સંસાધનો, તેમજ ફેમા ડાઉનલોડ કરી શકાય તેવા પત્રિકાઓ અને અન્ય સહાયકો માટે,  www.disasterassistance.gov  ની મુલાકાત લો અને "માહિતી" પર ક્લિક કરો.

સમુદાયની વિશિષ્ટ જરૂરિયાતનું સમર્થન કરતી એજન્સીઓને રેફરલ માટે, https://www.211nys.org/contact-us  પર તમારા નજીકના 211 કાઉન્ટ સેન્ટરનો સંપર્કકરો.  એનવાયસીમાં આઉટલીંગ એરિયા માટે 311 પર કોલ કરો, 211 પર કોલ કરો.

Tags:
સુધાર્યુ