પંજીકરણ પછીનું પગલું ફેમા રહેઠાણ નિરીક્ષણ હોય છે

ફેમાને સહાયતા માટે અરજી કરતી વખતે તમે તમારા મકાનને થયેલા નુકસાનની માહિતી આપી હશે. જો તમે મકાનને થયેલા નુકસાનની માહિતી આપી હશે તો ફેમાના હાઉઝિંગ ઇન્સપેક્ટર્સ (રહેઠાણ નિરીક્ષકો) તમારો સંપર્ક કરી શકે છે અને નુકસાનનું આકલન કરવા માટે તમારા મકાન અથવા અપાર્ટમેન્ટની મુલાકાત લેવા માટે સમય નક્કી કરી શકે છે.

જો તમારા મકાનને ખૂબ ઓછું નુકસાન થયું છે અને તમે મકાનમાં રહેવાની પરિસ્થિતિમાં હો તો ફેમાની સહાયતા માટે અરજી કરતી વખતે તમારા મકાનના નિરીક્ષણ માટે સમય નક્કી કરવામાં નહીં આવે. ફેમા તરફથી એક પત્ર મળશે, જેમાં તમને ફેમાની સહાયતા માટે અરજી કર્યા પછી હોનારતનાં પગલે મકાનને વધુ નુકસાન થવા પામ્યું હોય તેવી પરિસ્થિતિમાં ફેમાની હૅલ્પલાઇન પર કૉલ કરીને નિરીક્ષણ માટે વિનંતી કરવા અંગે સૂચન આપવામાં આવશે.

 જો તમારી પાસે વધુ સવાલ હોય તો, તમે ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. ટીટીવાઈ 800-462-7585 પર કૉલ કરો.

નિરીક્ષણના દિવસે શું થશે?

 • નુકસાનના આકલન માટે નિરીક્ષણમાં સામાન્ય રીતે 20-40 મિનિટનો સમય લાગે છે. એ વાત મહત્ત્વપૂર્ણ છે કે તમે નિરીક્ષકની મુલાકાતના સમયે હાજર રહો અથવા મુલાકાતને મુલતવી રાખવી હોય તો નિરીક્ષકોને આ અંગે જણાવો.
 • નુકસાનના આકલન માટે આવેલા ફેમાના નિરીક્ષક ફેમા તરફથી જારી કરેલો ફોટો આઇડેન્ટિફિકેશન બૅજ બતાવશે. ફોટો આઈડી ન દેખાય તો તમારે તે અંગે નિરીક્ષકને પૂછવું જોઈએ. આવું કરવાથી તમે છેતરપિંડીથી બચી શકો છો.
 • જો તમે મકાનમાલિક હો તો તમને મકાનની માલિકીના પુરાવા રજૂ કરવા કહેવાશે, આમાં ટૅક્સ બિલ, ડીડ, મોર્ટગેજની (ગીરો) ચૂકવણીની રસીદ અથવા વીમા પૉલિસી સામેલ છે જેમાં અરજદારનું નામ અને નુકસાન પામેલ મિલકતનું સરનામું હોય. જો ફેમાએ આ માહિતીની ખરાઈ પહેલાંથી નહીં કરી હોય તો નિરીક્ષકો આ માહિતી માટે પૂછશે.
 • જો તમે ભાડૂત છો તો તમારે મકાનમાં રહેવાનો પુરાવો આપવો પડશે, લીઝ, ભાડાની રસીદ, યુટિલિટી બિલ અથવા અન્ય એક સપ્ટેમ્બરથી ત્રણ સપ્ટેમ્બર વચ્ચે આ જગ્યા તમારું પ્રાથમિક રહેઠાણ હતું તેના અન્ય પુરાવા રજૂ કરો. ફેમા તરફથી આ માહિતીની ખરાઈ પહેલેથી ન થઈ હોય તો નિરીક્ષક તમારી પાસે આ માહિતી માગશે.
 • બધા અરજદારોએ માન્ય ડ્રાઇવર્સ લાઇસન્સ, પાસપોર્ટ અથવા ફોટો આઇડેન્ટિફિકેશન બતાવવું જોઈએ.
 • ફેમાના નિરીક્ષકો તમારા મકાનના માળખા, બિલ્ડિંગ સિસ્ટમ્સ અને પ્રમુખ સાધનો પૂર અને તોફાનના પગલે થયેલા નુકસાનની ખરાઈ કરશે. નિરીક્ષકો આ માહિતી ઇલેક્ટ્રોનિક રીતે હાથમાં પકડેલા કમ્પ્યૂટરમાં પૂરશે. કમ્પ્યૂટરમાં તમારા રજીસ્ટ્રેશન નંબર અને અન્ય માહિતી સહિતની ફાઇલ પહેલેથી હશે. નિરીક્ષકનું કામ તમારા તરફથી આપવામાં આવેલી નુકસાનની માહિતી અને દસ્તાવેજની ખરાઈ કરવાનું છે.

ફેમાના નિરીક્ષકો આ નહીં કરે:

 • સહાયતા મેળવવા માટે તમારી પાત્રતા નક્કી કરવી અથવા સમારકામનું આકલન.
 • મકાનના સમારકારમ માટે સૂચન કરવા અથવા ખાસ કૉન્ટ્રૅક્ટર્સના નામની સલાહ આપવી કે તેમને નક્કી કરવા
 • અરજદારોની પાસેથી બૅંકસંબંધી માહિતી અથવા અંગત માહિતી માગવી.
 • નાણા લઈને આવવું અથવા નાણા માગવા કે પછી તેને સ્વીકારવા.

હોનારતથી પ્રભાવિત થનાર એ લોકો જેમને કોઈ પણ પ્રકારની સંવાદસંબંધી અડચણ અનુભવાતી હોય જેમકે બધિર કે સાંભળવાસંબંધી મુશ્કેલી હોય, અંધ અથવા દૃષ્ટિબાધિત હોય, અને બોલવામાં મુશ્કેલી હોય- તેવા લોકો સંવાદમાં યોગ્ય મદદની માટે વિનંતી કરી શકે છે. દાખલા તરીકે, પ્રભાવિતો અમેરિકન સાઇન લેંગુવેજ ઇન્ટરપ્રેટર માટે વિનંતી કરી શકે છે. નુકસાનના આકલન પછી 800-621-3362 (ટીટીવાઈ 800-462-7585) પર કૉલ કરીને અકોમોડેશન માટે વિનંતી કરી શકો છો.

અરજદારો માટે અગત્યની ટિપ્સ

 • તમારી નુકસાન પામેલી મિલકતમાં જરૂરી સમારકામ શરૂ કરવા માટે તમારે ફેમાના નિરીક્ષણ (હાઉઝિંગ ઇન્સપેક્શન)ની રાહ જોવાની જરૂર નથી.
 • મકાનને થયેલ નુકસાનની વિસ્તૃત માહિતી આપો. મિલકત અને પ્રમુખ ઉપકરણોને થયેલા બધાં જ નુકસાનની તસવીરો લઈ લો અને હોનારતસંબંધી ખરીદી અને ખર્ચની રસીદ પણ રાખો.
 • પંજીકરણ પછી ફેમાના સંપર્કમાં રહો. જો તમારું સરનામું અને ફોન નંબર બદલાય જાય તો ફેમાને જલ્દીમાં જલ્દી જાણ કરો. માહિતી ન આપવા અથવા ખોટી માહિતી આપવાથી રહેઠાણના નિરીક્ષણ અથવા સહાયતા મેળવવામાં વિલંબ થઈ શકે છે.

અન્ય એક વાત

સંઘની સહાયતા માટે અરજી કર્યા બાદ તમને યુ.એસ.સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ) તરફથી હોનારતસંબંધી લૉનની ઍપ્લિકેશન મળી શકે છે. તમને લાગે કે તમે લૉન મેળવવાના પાત્ર નથી અથવા તમને એસબીએની નીચા વ્યાજ દરવાળી લૉનની જરૂર નથી તો પણ આ અરજી ભરીને દાખલ કરો એ ખૂબ અગત્યનું છે. તમે વેબસાઇટ https://DisasterLoanAssistance.sba.gov/ela/s/ પર ઑનલાઇન અરજી કરી શકો છો.

મકાનમાલિકો અને ભાડૂતો જે એસબીએની લૉન મેળવવાના પાત્ર ન હોય તો તેમને ફેમાની અધર નીડ્સ આસિસ્ટનેસ (ઓએનએ) પ્રોગ્રામ માટે રેફર કરવામાં આવી શકે છે. ઓએનએમાં સમારકામ અથવા મકાનના ફર્નિચર, વાહનો અને અમુક ઉપકરણોને બદલવાના ખર્ચ માટેની ગ્રાન્ટનો પણ સમાવેશ થઈ શકે છે. મેડિકલ, ડેન્ટલ અને દફનવિધિસંબંધી ખર્ચનો પણ ઓએનએ પ્રોગ્રામમાં સમાવેશ થઈ શકે છે.

તાજી માહિતી વેબસાઇટ fema.gov/disaster/4614 પર મેળવો. ફેમા રિજન ટુને ટ્વિટર પર અહીં twitter.com/FEMAregion2  ફૉલો કરો.

Tags:
સુધાર્યુ