નુકસાન પામેલ કૂવા, ભઠ્ઠી અને સેપ્ટિક સિસ્ટમ્સ બદલ ફેમા તરફથી સહાયતા મળી શકે છે

Release Date Release Number
NR 017
Release Date:
સપ્ટેમ્બર 30, 2021

ટ્રેન્ટન, એનજે – જો તમે ન્યૂ જર્સીના રહેવાસી છો જેમના મકાનને ઇડા વાવાઝોડાને પગલે નુકસાન થયું હોય, ફેમા તમને હીટિંગ, વેન્ટિલેશન, ઍરકંડિશનિંગ સિસ્ટમ (એચવીએસી), ભઠ્ઠી, સેપ્ટિક સિસ્ટમ્સ અને/અથવા કૂવાનું નિરીક્ષણ કરાવાની ભલામણ કરે છે. 

ફેમાના ઇન્ડિવિજુઅલ્સ ઍન્ડ હાઉસહોલ્ડ્સ પ્રોગ્રામ (વ્યક્તિગત અને ઘરબાર પ્રોગ્રામ) હેઠળ તમે આર્થિક સહાય  મેળવવા માટે લાયક હોઈ શકો છો.

કયા પ્રકારની સહાય ઉપલબ્ધ છે?

  • ખાનગી કૂવા, એચવીએસી સિસ્ટમ્સ, ભઠ્ઠી અથવા સેપ્ટિક સિસ્ટમ્સ માટે ફેમા સહાય અને સમારકામ અથવા સામાન બદલવા માટે વ્યાવસાયિક તથા લાઇસેન્સ પ્રાપ્ત ટેક્નિશિયનના ખર્ચની ભરપાઈ કરી શકે છે.
  • મકાનમાલિકના વીમામાં જે કવર ન થતા હોય તેવા સામાનના સમારકામ અથવા તેને બદલવા માટે પણ ફેમા તરફથી મદદ મળી શકે છે.
  • ફેમાની મદદ માટે જો તમે અરજી કરી હોય અને 14 દિવસ પસાર થયા પછી પણ જો મકાનનું નિરીક્ષણ ન થયું હોય તો ફેમા હૅલ્પલાઇન નંબર 800-621-3362 પર કૉલ કરો. જ્યારે નિરીક્ષણ થાય ત્યારે ફેમાના ઇન્સપેક્ટરને વાવાઝોડામાં નુકસાન પામેલ ખાનગી કૂવા અને/અથવા સેપ્ટિક સિસ્ટમ વિશે જણાવો. જો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને તમારા મકાનનું નિરીક્ષણ થઈ ગયું હોય, ફેમા હૅલ્પલાઇન નંબર 800-621-3362 પર કૉલ કરો અને જાણો કે કેવી રીતે અરજી કરવી. https://go.usa.gov/xMnnm ની મુલાકાત કરો.

દરેક અરજદાર ફેમાના નિર્ણય માટે અપીલ કરી શકે છે. અરજદારે ફેમા તરફથી સહાયતા અંગેના પત્ર મળ્યાના 60 દિવસમાં લેખિતમાં અરજી કરવી પડશે. ઇડા વાવાઝોડાથી પ્રભાવિત લોકો જેમણે સહાયતા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેમને ફેમા તરફથી સહાયતા મેળવવા માટે તેમની લાયકાત અંગે પત્ર મળ્યો હશે. એ પત્રને ધ્યાનથી વાંચો. સંભાવના છે કે તે અંતિમ જવાબ ના હોય. બની શકે કે ફેમાને અરજીની પ્રક્રિયા પૂરી કરવા માટે અતિરિક્ત માહિતી કે દસ્તાવેજની જરૂર હોય.

Tags:
સુધાર્યુ