હોનારતથી પ્રભાવિત લોકો છેતરપિડીં, કૌભાંડોથી સાવચેત રહે

Release Date Release Number
NR 014
Release Date:
সেপ্টেম্বর 23, 2021

ટ્રેન્ટન, એન.જે – હોનારત પછી કૌભાંડ રચનારાઓ, ઓળખ ચોરનારાઓ અને અન્ય ગુનેગારો હોનારતથી પ્રભાવિત લોકોનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય છે. સંઘીય અને રાજ્ય કટોકટી પ્રબંધન અધિકારીઓ રહેવાસીઓને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા અને તેની જાણ કરવાની વિનંતી કરે છે.

જ્યારે કોઈ હોનારત થવા પામે છે ત્યારે અનૈતિક લોકો આધિકારિક બચાવકર્મીનો સ્વાંગ રચીને હોનારતથી પ્રભાવિત લોકોના આવેદનપત્રો ભરવાના બહાને તેમનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરી શકે છે.

હોનારત પછી છેતરપિંડી કરવાની સામાન્ય રીતો આ પ્રકારે છે:

પ્રભાવિતોને બનાવટી રાજ્ય અથવા સંઘીય મદદ આપવાની ઑફર કરવી:

  • સંઘીય અને રાજ્યના કર્મીઓ નાણાની માગ નથી કરતા અથવા નાણા સ્વીકારતા પણ નથી. ફેમા અને યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ક્યારેય પણ હોનારતથી પ્રભાવિત લોકોની પાસેથી સહાય માટેનું આવેદન કરવા માટે, તપાસ કે આવેદનપત્ર ભરવામાં મદદને બદલે નાણા નથી માગતું.

 મિલકતની તપાસ માટે નકલી તપાસનીશો:

  • ફેમાના તપાસનીશો ક્યારેય તમારો સોશિયલ સિક્યુરિટી નંબર નહીં માગે.
  • કોઈ પણ સરકારી આપદા સહાયતા અધિકારી તમારી પાસેથી તમારા નાણાકીય એકાઉન્ટની માહિતી માગવા માટે કૉલ નહીં કરે. જો તમને ફેમાના પ્રતિનિધિ પર શંકા હોય તો કૉલ કાપીને ફેમા હૅલ્પલાઇન 800-621-3362 (ટીટીવાઇ 800-462-7585) પર સવારે સાત વાગ્યાથી રાત્રે 11 વાગ્યા ઈટી સુધી ફોન કરીને આ બાબતે માહિતી આપી શકો છો.
  • તમારી મિલકતની તપાસ માટે ફેમાના કોઈ આવાસ નિરીક્ષક ક્યારેય ફી નથી લેતા

મિલકતની બિલ્ડિંગ કૉન્ટ્રૅક્ટર્સ:

  • ફેમાના આવાસ નિરીક્ષકોનું કામ નુકસાનની ખરાઈ કરવાનું છે. ફેમા ઘરને થયેલા નુકસાન માટે સમારકામનું સૂચન નથી કરતું અથવા કોઈ ખાસ કૉન્ટ્રૅક્ટરને ભાડા પર નથી રાખતું કે પછી તેની ભલામણ પણ નથી કરતું.
  • ફેમા તમારા ઘરની તપાસ માટે પ્રતિષ્ઠિત એન્જિનિયર, આર્કિટેક્ટ કે પછી નિર્માણનું કામ કરતા વ્યક્તિને કામ આપાવની ભલામણ કરે છે. અનૈતિક કૉન્ટ્રૅક્ટર કામ મેળવવા માટે વધારે નુકસાન કરી શકે છે.
  • તમને શંકા જાય તો સ્થાનિક અધિકારીઓને શંકાસ્પદ વર્તનની જાણ કરો.

બનાવટી કાયદેસર કૉન્ટ્રૅક્ટરને જ કામે રાખવા:

  • હંમેશાં એવા જ સ્થાનિક કૉન્ટ્રૅક્ટરને સમારકામ માટે રોકવા જેમની પાસે લાઇસન્સ હોય અને જેમના વિશે વિશ્વસનીય માહિતી હોય.
  • જે કોઈને પણ તમે કામ સોંપો તો તેની સાથે લેખિત કરાર કરવો.
  • કોઈ પણ ચૂકવણી કરો તો તેની પાવતી (રસીદ) જરૂરથી લેવી. જેટલું કામ તમારી સામે હોય તેના કરતા અડધી ચૂકવણી જ કરવી.   
  • ખર્ચનો કોઈ પણ અંદાજ ભરોસો કરવા જેવો ન લાગે તો કદાચ તે ભરોસાપાત્ર હશે પણ નહીં. કેટલાક અનૈતિક કૉન્ટ્રૅક્ટર આકર્ષક લાગે એવા ઓછા ખર્ચનો અંદાજ આપે છે. પરંતુ આ કૉન્ટ્રૅક્ટર્સ ઘણીવાર વીમો નથી ધરાવતા અને કૉન્ટ્રૅક્ટ રદ કરવાની સામે મોટી ફી માગી શકે છે.

કાયદેસર કૉન્ટ્રૅક્ટર્સ પાસેથી કેવી રીતે કામ લેવું:

  • કૉન્ટ્રૅક્ટર્સને પૂછવું કે તેમણે આ પ્રકારનું સમારકામ પહેલાં કર્યું છે કે નહીં. કૉન્ટ્રૅક્ટરને પૂછવું કે તેઓ જરૂરી પરવાનગી માટે ચૂકવણી કરશે કે નહીં અને શું સમારકામની તપાસ થશે કે નહીં. કૉન્ટ્રૅક્ટર સાથે ચોખવટ કરી લેવી કે જરૂરી પર્મિટ્સ (પરવાનગી) માટે કોણ ચૂકવણી કરશે.
  • તમે જે કામ કરાવવા માગતા હો તેના માટે ખર્ચના ત્રણ અલગઅલગ અંદાજ લેવાનો પ્રયત્ન કરો. ઝડપી નિર્ણય લેવા માટેના દબાણમાં ન આવવું. ખર્ચનો અંદાજ અથવા કૉન્ટ્રૅક્ટ લેખિતમાં જ મેળવવાનો આગ્રહ રાખો. જ્યાં પણ તમને સમજાય નહીં ત્યાં સહી ન કરો, જો કૉન્ટ્રૅક્ટમાં ખાલી જગ્યા રાખવામાં આવી હોય તો તે કૉન્ટ્રૅક્ટ પર સહી ન કરો.
  • સમારકામ માટે હંમેશાં ચેકથી અથવા ક્રેડિટ કાર્ડથી નાણા ચૂકવો જેથી તમે કેટલા નાણા ચૂકવી દીધા તેની નોંધ રાખી શકો અને બે વખત ચૂકવવાથી બચી શકો.

કપટી ચેરિટી સંસ્થાઓ:

  • અપ્રતિષ્ઠિત અને ઢોંગી ચેરિટી સંસ્થાઓથી સાવચેત રહો. ગુનેગારો ઇમેલ અથવા સોશિયલ મીડિયા અને બનાવટી વેબસાઇટ્સ વડે દાનના નામે નાણા કઢાવવા માટે હોનારતથી પ્રભાવિત થયેલા લોકોનો ગેરલાભ લઈ શકે છે.
  • ધી બેટર બિઝનેસ બ્યૂરો પાસે પ્રતિષ્ઠિત ચેરિટી સંસ્થાઓની યાદી છે જેને વાઇઝ ગિવિંગ એલાયન્સ (Give.Org) તરફથી માન્યતા મળેલી છે.
  • ચેરિટી સંસ્થાઓના કૌભાંડથી બચવા માટે વધારે માહિતી અહીં મેળવો https://go.usa.gov/xM5Rn

કૌભાંડ, છેતરપિંડી અથવા ઓળખની ચોરીની ફરિયાદ માટે સંપર્ક કરો:

  • ફેમાની ટોલફ્રી ડિઝાસ્ટર ફ્રૉડ હૉટલાઇન 866-720-5721;
  • સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓનો સંપર્ક કરી શકો.

 અદ્યતન માહિતી માટે fema.gov/disaster/4614 પર જઈ શકો છો. ફેમા રીજન 2નું ટ્વિટર એકાઉન્ટ ફૉલો કરો twitter.com/FEMAregion2.

Tags:
সর্বশেষ আপডেট