FEMA એ મધ્ય-જુલાઈની ભારે આંધી માટે અરજીની સમયમર્યાદા વધારી; આ અઠવાડિયે ડિઝાસ્ટર રિકવરી સેન્ટર બંધ થશે [https://www.fema.gov/gu/press-release/20241118/fema-extends-application-deadline-mid-july-severe-storms-disaster-recovery] Release Date: નવેમ્બર 18, 2024 SPRINGFIELD – જુલાઈ 13થી 16 દરમિયાન આવેલા ભારે તોફાન, વાવાઝોડા, સધ્ધા પવન અને પૂરથી નુકસાન કે ખોટનો સામનો કરનાર ઘરમાલિકો અને ભાડુઆતોને હવે સંઘીય ડિઝાસ્ટર સહાય માટે અરજી કરવાની વધારાની મુદત મળી છે.  FEMAએ Cook, Fulton, Henry, St. Clair, Washington, Will અને Winnebago કાઉન્ટીઓના રહેવાસીઓ માટે અરજાની અંતિમ તારીખ વધારીને 13 ડિસેમ્બર, 2024 કરી છે. ફેમા સહાયમાં કામચલાઉ આવાસ, ઘરની પાયારૂપ મરામત અથવા ફેરબદલ અને અન્ય આપદા સંબંધિત ખર્ચાઓ જેવા કે સ્થળાંતર અને સંગ્રહ ખર્ચ, પ્રાથમિક વાહન મરામત અથવા ફેરબદલ, આવશ્યક ફર્નિચર અને ઉપકરણો, તબીબી અને ડેન્ટલ ખર્ચાઓ અને બાળકનો ખર્ચનો સમાવેશ થઇ શકે છે. ફેમા સહાય માટે અરજી કરવાની સૌથી ઝડપી રીત DisasterAssistance.gov [https://www.disasterassistance.gov/] પર ઑનલાઇન, ફેમા મોબાઇલ એપ [https://www.fema.gov/about/news-multimedia/mobile-products]  ડાઉનલોડ કરીને અથવા 800-621-3362 પર ફેમા હેલ્પલાઇન પર કોલ કરવાની છે. જો તમે રિલે સેવાનો ઉપયોગ કરો છો જેમ કે વિડિયો રિલે સેવા, કૅપ્શનવાળી ટેલિફોન સેવા અથવા અન્ય, જ્યારે તમે અરજી કરો ત્યારે તે સેવા માટે તમારો નંબર FEMAને આપો.  રહેવાસીઓ વ્યક્તિગત રીતે સહાયતા માટે અરજી કરવા ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની પણ મુલાકાત લઇ શકે છે. ઇલિનોઇસમાં બાકીના કેન્દ્રો આ અઠવાડિયે બંધ થઈ જશે. Chicago Lawn ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કાયમ માટે બુધવાર, 20 નવેમ્બર, સાંજે 6 વાગ્યે બંધ થઈ જશે: CHICAGO LAWN BRANCH LIBRARY 6120 S. Kedzie Ave. Chicago, IL 60629 કલાકો: સોમવાર સવારે 10:00 થી સાંજે 6:00 સુધી મંગળવાર બપોરે 12:00 થી સાંજે 6:00 સુધી બુધવાર સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી આ નીચેના કેન્દ્રો શુક્રવાર, 22 નવેમ્બર, સાંજે 6 વાગ્યે કાયમ માટે બંધ થશે: BURNHAM COMMUNITY CENTER 14020 Torrence Ave. Burnham, IL 60633 કલાકો: સોમવારથી શુક્રવાર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી CLYDE C. JORDAN SENIOR CITIZEN CENTER 6755 State St. East Saint Louis, IL 62203 કલાકો: સોમવારથી શુક્રવાર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી CAHOKIA HEIGHTS FITNESS AND COMMUNITY CENTER 509 Camp Jackson Rd. Cahokia Heights, IL 62207 કલાકો: સોમવારથી શુક્રવાર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ઇલિનોઇસમાં આપત્તિ પુનઃપ્રાપ્તિ કામગીરી વિશે વધુ માહિતી માટે www.fema.gov/disaster/4819 [http://www.fema.gov/disaster/4819]ની મુલાકાત લો.