કુક અને વોશિંગ્ટન કાઉન્ટીઝમાં ડિઝાસ્ટર રિકવરી સેન્ટર ખુલ્યું [https://www.fema.gov/gu/press-release/20241005/disaster-recovery-centers-open-cook-and-washington-counties] Release Date: ઓક્ટોબર 5, 2024 સ્પ્રિન્ગફિલ્ડ – ફેમા/ સ્ટેટ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર 6 ઓક્ટોબર, 2024ના રવિવારના રોજ ખુલશે અને અન્ય સેન્ટર 7 ઓક્ટોબરના સોમવારના રોજ વોશિંગ્ટન કાઉન્ટીમાં ખુલશે, જેથી 13-16 જુલાઇ, 2024 પછી ગંભીર વાવાઝોડા, વંટોળ, સીધા પવન અને પૂર પછી રહેવાસીઓને તેમની રિકવરી શરૂ કરવામાં મદદ મળશે. ફેમા, ઇલિનોઇસ રાજ્ય અને યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના નિષ્ણાતો કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે, જેથી બચી ગયેલા લોકોને ફેડરલ આપત્તિ સહાય માટે અરજી કરવા, દસ્તાવેજો અપલોડ કરવા, તેમના પ્રશ્નોના વ્યક્તિગત ઉત્તર મેળવવા, ઉપલબ્ધ હોઇ શકે એવી અન્ય પ્રકારની સહાય મેળવવા અને વધુ આપત્તિ પ્રતિરોધી બનવાની રીતો શીખવામાં મદદ મળી શકે. 6 ઓક્ટોબરના રવિવારના રોજ કુક કાઉન્ટીમાં સેન્ટર નીચેના સ્થળે, દિવસો પર અને સમયે ખુલ્લુ રહેશેઃ FREDRICK A DOUGLAS BRANCH LIBRARY 3353 ડબ્લ્યુ 13મી સ્ટ્રીટ શિકાગો, આઇએલ 60623 કલાકોઃ સોમવાર અને બુધવાર સવારે 10થી સાંજે 6, મંગળવાર અને ગુરુવાર બપોરે 12થી સાંજે 8, શુક્રવાર અને શનિવાર સવારે 9થી સાંજે 5, રવિવાર બપોરે 1થી સાંજે 5 વોશિંગ્ટન કાઉન્ટીમાં સેન્ટર નીચેનાં સ્થળો, દિવસો પર અને સમયે 7 ઓક્ટોબર, સોમવારના રોજ ખુલશેઃ KASKASKIA COLLEGE EXTENSION CENTER 17869 એક્સચેન્જ એવેન્યુ નાશવિલે, આઇએલ 62263 કલાકોઃ સોમવારથી ગુરુવાર સવારે 10:30 – સાંજે 7:30 વધારાના રિકવરી સેન્ટર્સ ટૂંક સમયમાં અન્ય અસરગ્રસ્ત કાઉન્ટીમાં ખુલશે. તમારી નજીકનાં કેન્દ્ર શોધવા માટે તમે FEMA.gov/DRC [https://egateway.fema.gov/ESF6/DRCLocator]ની મુલાકાત લઈ શકો છો. બચી ગયેલા લોકો સહાય માટે કોઇ પણ સેન્ટરની મુલાકાત લઈ શકે છે. અમેરિકન સાંકેતિક ભાષા સહિત અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં સહાય અને અનુવાદ કરેલી સામગ્રીઓ આ સેન્ટર પર ઉપલબ્ધ છે. ડિઝાસ્ટર રિકવરી સેન્ટરનાં સ્થળોને તેમની પહોંચને આધારે પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો છે. તમામ સેન્ટર્સ પર પહોંચક્ષમ પાર્કિંગની જગ્યાઓ ઉપલબ્ધ છે.  બચી ગયેલા લોકોએ ફેમા સહાય માટે અરજી કરવા માટે ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નથી. સેન્ટરની મુલાકાત લીધા વિના અરજી કરવા માટે DisasterAssistance.gov [http://secure-web.cisco.com/1JwxQ1ApYAWu4elbjBo62ZMHRQ9c5fpKPS1AR5whdr-sjavmmTfrk-h0dEqv4YkRXcu0xLzjlW5EOE5i7MCBje-r4NOvy-VUSVCsF52VDSqqtNoUUlExJuBy-G2wKq7TpJsQW3SkyZRHfFvZyJUiV6KFbllI-zs3SMhcz_9hF-_X1DALaEviBLpp9N1KsZ2UtHduRW5-d3fSIPgh9jikah79wvkGB0lrLv2K7k1zI7yK4sHhMz7wOSx2kW_Gr0pUU8OPpkbo0CJdOnmPC83MMr5-dI9rvFy7ZmuoF1moManUuay-gSBER9Rkh9YlZwc55lVClRX7pPUWvCmcpuB0rAQxoK5772eiNZY50rgmgO34l3U6KNjw3wNfFBid-h25qVnBU4FPgHOCn-FzIYzWrfjJoJfJlNIWcT0LEfr9hvnM/http%3A%2F%2Fwww.disasterassistance.gov] પર જાઓ, ફેમા મોબાઇલ એપડાઉનલોડ કરો [https://secure-web.cisco.com/1eqo_d_4ka3Dz8DnO1_UEDx3b8jrjn6Vn-JWEktAVsv0AabLtZhqfBkYN8E8vdWKFELTZ55-fhwnMKKQvVdCbep0Oa7W0rsfWxB9dTyfq0HggZ07VrF-kS6_khsGMcMMkif5Eul4D7CaQqiHQH9RcdDQPWeoJOitzPnFF2tAtFAxp2eMmdShyHrF5taJL3PBAhqrl2GYllSZK4kYWHG2YPT5qRsTXPu9VW9MOsMzUbJUc4spbDh-X6xxXSZIs6S94HgVvsIJlvhL7YsQmo9NX27UA-t1_X_xMApoB7Gwl22-FgFFrFG3cyxrazoHQQ5mJqZIiyZ0WBhOfz0Vi6oE5-yYcq7OEDg0st8q1Z8SzELS65uaWSqLeprcdOgP8ZW-TT3jbsnf5TWoFblFnovaAVKstl_dwkUgPHQzu7qwKLSo/https%3A%2F%2Fwww.fema.gov%2Fabout%2Fnews-multimedia%2Fmobile-products] અથવા 800-621-3362 પર ફેમા હેલ્પલાઇન પર કોલ કરો. જો તમે રિલે સેવા, જેવી કે વિડિયો રિલે સેવા, કેપ્શન્ડ ટેલિફોન સેવા અથવા અન્યોનો ઉપયોગ કરવા માગતા હોય તો તમે જ્યારે અરજી કરો ત્યારે તે સેવા માટે ફેમાને તમારો નંબર આપો. ઇલિનોઇસમાં ડિઝાસ્ટર રિકવરી ઓપરેશન અંગેની વધુ માહિતી માટે www.fema.gov/disaster/4819 [http://www.fema.gov/disaster/4819]ની મુલાકાત લો.