ફેમાની છેલ્લી તારીખ જતી રહી છે પરંતુ સહાયતા હજી ઉપલબ્ધ છે, સંઘનું ફંડિંગ $711.7 મિલિયનને પાર પહોચ્યું [https://www.fema.gov/gu/press-release/20220106/fema-deadline-has-passed-help-still-available-federal-funding-tops-7117] Release Date: જાન્યુઆરી 6, 2022 ટ્રેન્ટન, એન.જે. – ફેમા અરજી કરનાર લોકોને તેમના કેસની માહિતી લેતા રહેવા માટે સંપર્કમાં રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. એ રહેવાસીઓ જેમને લાગે છે કે તેમને જે સહાયતા મળી છે તે પૂરતી નથી તેઓ અપીલ દાખલ કરવા માટે ફેમાનો સંપર્ક કરે. પ્રભાવિતોને, તેમના કેસને સમજાવી શકતા હોય તે સમારકામ (રિપેર)નો અંદાજ, રસીદ અથવા અન્ય દસ્તાવેજ આપવા માટે કહેવામાં આવી શકે છે. પ્રભાવિતોએ મકાનના નિરીક્ષણ બાદ અતિરિક્ત નુકસાનની ખબર પડે તો એજન્સીને તેની માહિતી આપવી જોઈએ. પ્રભાવિતોએ પોતાનું સરનામું અથવા ઇમેલ એડ્રેસ કે ફોન નંબર અને તેમના વીમાના સેટલમેન્ટનું સ્ટેટસ જણાવવું જોઈએ. બર્ગેન, એસેક્સ, ગ્લૂસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મૉરિસ, પેસૅક, સૉમરસેટ, યુનિયન અથવા વૉરેન કાઉન્ટીઝના અરજી કરનાર પ્રભાવિતો ફેમા હૅલ્પલાઇનને 800-621-3362 પર કૉલ કરો અથવા (ટીટીવાઈ) 800-462-7585 વાપરો અથવા વેબસાઇટ DisasterAssistance.gov [https://www.disasterassistance.gov/] પર જઈને ફેમાની અપડેટ્સ મેળવી શકો છો અથવા પ્રશ્નો પૂછી શકો છો. ટોલ-ફ્રી નંબર દરરોજ સવારે 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. જો તમે રિલે સર્વિસ વાપરો છો જેમકે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો, તો ફેમાને તેનો નંબર આપો. બહુભાષી ઑપરેટર્સ ઉપલબ્ધ છે. સંઘ ફંડિંગ $711.7 મિલિયન   રાષ્ટ્રપતિ જો બાઇડને ન્યૂ જર્સીમાં વિશાળ આપદાની જાહેરાત કર્યાને ચાર મહિના થયા, આ સમયમાં ન્યૂ જર્સીના રહેવાસીઓને રાહત માટે $711.7 મિલિયન કરતા વધુ ફાળવવામાં આવ્યા છે. ફંડ આ રીતે ફાળવવામાં આવ્યું: * $215.6 મિલિયનથી વધુ ફેમા હાઉસિંગ ગ્રાન્ટ હેઠળ મકાનના સમારકામ, મકાન બદલવામાં અને અસ્થાઈ રહેઠાણ માટે ભાડા સંબંધિત સહાયતા માટે ફાળવાયા. * મકાનમાલિકો,ભાડૂતો અને વેપારીઓ માટે $230.1 મિલિયનથી વધુની યુ.એસ.સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની નીચા વ્યાજની લૉન્સ મંજૂર કરાઈ. * આશરે $266 મિલિયન ડૉલર્સ નેશનલ ફ્લડ ઇન્શ્યોરેન્સ પ્રોગ્રામમાં પૉલિસીધારકો માટે રાજ્યભરમાં નક્કી કરાયા. મકાનમાલિકો, ભાડૂતો અને વેપારીઓ જેમણે યુ.એસ.સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની નીચા વ્યાજની લૉન્સ માટે અરજી કરી છે તેઓ એસબીએના ડિઝાસ્ટર આસિસ્ટન્સ કસ્ટમર સર્વિસ સેન્ટરને 800-659-2955 (બધિર અને ઓછું સાંભળતા લોકો 800-877-8339) પર કૉલ કરે, અથવા disastercustomerservice@SBA.gov પર ઇમેલ કરે. તાજી માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4614 [http://www.fema.gov/disaster/4614] પર જાઓ. ફેમા રિજન ટુને ટ્વિટર પર અહીં twitter.com/FEMAregion2 [https://twitter.com/femaregion2] ફૉલો કરો.