ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરવાની તારીખ ચાર જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી [https://www.fema.gov/gu/fact-sheet/deadline-apply-fema-disaster-assistance-extended-jan-4] Release Date: Dec 3, 2021 મકાનમાલિકો અને ભાડૂતો જેમને ઇડા વાવઝોડાને કારણે એવું નુકસાન થયું હોય જેનો વીમો ન હોય કે પૂરતો વીમો ન હોય તો તેમની પાસે ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરવા માટે મંગળવાર, ચાર જાન્યુઆરી સુધીનો સમય છે. * બ્રૉન્ક્ઝ, બ્રુકલિન (કિંગ્સ કાઉન્ટી), ક્વીન્સ, સ્ટેટન આઇલૅન્ડ (રિચમંડ કાઉન્ટી), ડચેસ, ઑરેન્જ, રૉકલૅન્ડ, સુફૉક અથવા વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં રહેતા લોકોને એકથી ત્રણ સપ્ટમેબરની વચ્ચે ઇડા વાવાઝોડાનાં પગલે નુકસાન થયું હોય, તેમના માટે યુ.એસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની હોનારતસંબંધિત લૉન માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ ચાર જાન્યુઆરી છે. * હોનારતસંબંધિત સહાયતા વીમાનો વિકલ્પ નથી અને ઇડા વાવાઝોડાને કારણે થયેલા બધાં જ નુકસાનની ભરપાઈ ન કરી શકે. હોનારતસંબંધિત આર્થિક સહાયતા પરિવારોની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે અને રાહતકાર્યોની પૂરક સહાયતા જેવી છે. * પ્રભાવિતો લોકોએ ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરતાં પહેલાં નુકસાન પામેલ મકાન, અંગત મિલકત અને વાહનો સામે વીમો ક્લેઇમ કરવો જોઈએ. * ફેમા સીધાં લાયકાત ધરવાતી વ્યક્તિઓ તથા પરિવારોને ફંડ ઉપલબ્ધ કરાવે છે. રહેણાંકસંબંધિત સહાયતા (હાઉઝિંગ આસિસ્ટન્સ)માં ભાડાસંબંધી સહાયતા, લૉજિંગના ખર્ચની ભરપાઈ, મકાનના સમારકામની ભરપાઈ અને સામાન બદલવામાં મદદ સામેલ છે. નીચે મુજબ સમજો: * ભાડાસંબંધી સહાયતા એવા મકાનમાલિકો અને ભાડૂતો માટે છે જેમને અસ્થાઈ રૂપથી વૈક્લપિક રહેઠાણની જરૂર છે જો તેમને ઇડા વાવાઝોડાનાં કારણે પોતાના ઘરથી સ્થળાંતર કરવું પડ્યું છે. * લૉજમાં રહેવાના ખર્ચની ભરપાઈ એ ઇડા વાવાઝોડાને પગલે પોતાના ઘરમાં ન રહી શકતા હોય તેવા લોકો જેમને અસ્થાઈ રૂપથી બહાર રહેવાનો ખર્ચ ઉપાડવો પડ્યો હોય તેમને મળે છે. લૉજના રૂમનું ભાડું અને તેની સાથે સંકળાયેલા ટૅક્સનો આ લૉજિંગના ખર્ચની ભરપાઈમાં સમાવેશ થાય છે. * મકાનના સમારકામમાં મદદ એ મકાનમાલિકોને મળે જેમને ઇડા વાવાઝોડામાં નુકસાન પામેલ પોતાના પ્રાથમિક રહેઠાણમાં રિપેરનું કામ કરાવવું પડ્યું હોય અથવા પ્રાથમિક રહેઠાણમાં સાધનોમાં અને મકાનના માળખામાં સમારકામ કરાવવું પડ્યું હોય. * સામાન બદલવામાં મદદ એ આર્થિક સહાયતા છે જે ઇડા વાવાઝોડામાં મકાનમાલિકનું મકાન નષ્ટ થયું હોય તો તેને નવું કાયમી મકાન ખરીદવામાં મદદ કરે. * અધર નીડ્સ આસિસ્ટન્સ એ એવી આર્થિક સહાયતા છે જે હોનારતને પગલે ઊભી થયેલા અન્ય ખર્ચની ભરપાઈ કરે. આ સહાયતામાં અંગત મિલકતને બદલવા, સામાનની હેરફેર અને સ્ટોરેજના ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન, અંતિમવિધિનો ખર્ચ, મેડિકલ, ડેન્ટલ, ચાઇલ્ડકૅર અથવા અન્ય હોનારતસંબંધિત જરૂરિયાતોનો સમાવેશ થાય છે. * ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે વેબસાઇટ DisasterAssistance.gov [http://www.disasterassistance.gov/] પર અરજી કરો, ફેમાની મોબાઇલ ઍપ વાપરો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો,તો તેનો નંબર ફેમાને આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર માટે 3 દબાવો. * ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરો એ પહેલાં તમારી પાસે આ માહિતી હોવી જોઈએ: સોશિયલ સિક્યુરિટી નંબર, નુકસાન પામેલા પ્રાથમિક રહેઠાણનું સરનામું, વીમાની માહિતી, હાલનો ફોન નંબર અને ટાપલ મળે તેવું સરનામું, ડાયરેક્ટ ડિપોઝિટ માટે બૅન્ક ખાતાનો નંબર અને રાઉટિંગ નંબર. * વીમામાં કવર ન થતી હોય તેવી લાંબા ગાળાની હોનારતસંબંધિત જરૂરિયાતોમાં રાહત માટે પ્રાથમિક સ્રોત યુ.એસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. એસબીએ મકાનમાલિકો, ભાડૂતો અને વેપારીઓને નીચા વ્યાજદરની લૉન ઉપલબ્ધ કરાવે છે. લાયકાત ધરાવતા નાનાં વેપારી એકમો અને નૉન પ્રૉફિટ સંસ્થાઓને આર્થિક નુકસાનથી ઉબરવા માટે વર્કિંગ કૅપિટલ આપે છે. * જો તમારી અંગત મિલકતનો વીમો નહોતો અથવા પૂરતો વીમો નહોતો જે ઇડા વાવાઝોડાને પગલે થયેલાં તમારા નુકસાનની ભરપાઈ કરી શકે તો ફેમા તમને એસબીએ પાસે જવા ભલામણ કરી શકે છે. એસબીએ તમારી લૉન મંજૂર કરી લે તો તમારે તેને સ્વીકાર કરી જ લેવી એ જરૂરી નથી. જો તમે લૉન માટે લાયક નહીં હો તો એસબીએ તમને ફરી ફેમા પાસે જવાની ભલામણ કરશે . ત્યારે તમારી પાસે અધર નીડ્સ પ્રોગ્રામનો રસ્તો ખુલ્લો હશે. * મકાનમાલિકો, ભાડૂતો અને વેપારીઓ જે ઇડા વાવાઝોડાથી પ્રભાવિત થયા છે તેઓ એસબીએની સુરક્ષિત વેબસાઇટ: disasterloanassistance.sba.gov/ela/s/ [https://disasterloanassistance.sba.gov/ela/s/]. પર અરજી કરી શકે છે. વધારે માહિતી માટે અરજદારો એસબીએના કસ્ટમર સર્વિસ સેન્ટરને 800-659-2955 પર કૉલ કરી શકે છે અથવા  DisasterCustomerService@sba.gov. પર ઇમેલ કરી શકે છે. બધિર તથા ઓછું સાંભળતી વ્યક્તિઓ 800-877-8339 પર કૉલ કરી શકે છે. * મિલકતને થયેલા નુકસાન બદલ એસબીએને અરજી કરવાની તારીખ પણ મંગળવાર, 4 જાન્યુઆરી છે. * ન્યૂ યૉર્કમાં રાહતકાર્યો અંગે તાજી માહિતી વેબસાઇટ fema.gov/disaster/4615 [http://www.fema.gov/disaster/4615] પર મેળવો. ફેમાને ટ્વિટર પર અહીં twitter.com/FEMARegion2 [https://twitter.com/femaregion2] અને ફેસબુકને અહીં facebook.com/fema [https://u7061146.ct.sendgrid.net/ls/click?upn=TeZUXWpUv-2B6TCY38pVLo9jw1V-2Bo5zjnJlDYvuv2Uss9fUVdD4qLUR5g5P6aeNyAlWOKN_LMDzpl4Nq0l0W7twxHuEzy-2BkxlPg1d7K-2BpAa67OMQF5aA3Z72-2FXM6Bwrk4PgC4ALq-2FN1KZFbq0dIvnjAHIkenOosVeIy4jryNdFhuuVQTvMNeSZQoq3SlT5fPNb9sLEVqccFjBpGLgekSvXV4V4hRGXKdRoDwH7rTrfqYkkwnBGBQ7mTam70ypCa7vTSGgQPx3VU-2BsGnPThHbfDLBkZWFlMiQwx8seofD3qtXHJlJ4IB4EF6LVlCG5HnEzQtAAkMrLOBTy9t4Vb7B3fmmefuNpMnUhT-2Fjwku7Jg2LYMW7EUDxOK70xI4UAjuhp332OxfRqkwLThQXmMBpNL4AL1zHZnUDpnOkYUu-2B-2BxUfTtmne8-3D] ફૉલો કરો.