ડચેસ કાઉન્ટીના રહીશો જે ઇડા વાવાઝોડાથી પ્રભાવિત થયા તેઓ ફેમાની સહાયતા માટે અરજી કરી શકે છે [https://www.fema.gov/gu/press-release/20211026/dutchess-county-residents-affected-hurricane-ida-can-now-apply-fema] Release Date: ઓક્ટોબર 25, 2021 ન્યૂ યૉર્ક – ફેમા (FEMA)એ ઇડા વાવાઝોડાના પગલે જાહેર કરાયેલા પાંચ સપ્ટેમ્બરના ડિઝાસ્ટર ડિક્લેરેશનમાં ડચેસ કાઉન્ટીનો સમાવેશ કર્યો છે, આ સાથે હવે નવ કાઉન્ટીઝના લોકો ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરી શકે છે. બ્રૉન્ક્ઝ, ડચેસ, કિંગ્સ, નસાઉ, ક્વીન્સ, રિચમંડ, રૉકલૅન્ડ, સુફોક અને વેસ્ટચેસ્ટરના રહેવાસીઓ ફેમાના ઇન્ડિવિડુઅલ આસિસ્ટન્સ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ સોમવાર, છ ડિસેમ્બર છે.  જેમણે અરજી કરી દીધી છે તેમને ફરી અરજી કરવાની જરૂર નથી. ઇડા વાવાઝોડું એકથી ત્રણ સપ્ટેમ્બરના ન્યૂ યૉર્ક પર ત્રાટક્યું હતું. નવ કાઉન્ટીઝના મકાનમાલિકો અને ભાડૂતો જેમને તોફાનના પગલે નુકસાનનો સામનો કરવો પડ્યો તેઓ સહાયતા માટે અરજી કરે. હોનારતસંબંધી સહાયતામાં (ડિઝાસ્ટર આસિસ્ટન્સ)માં અસ્થાઈ રહેઠાણ અને મકાનના જરૂરી સમારકામ તથા હોનારતનાં પગલે ઊભી થયેલી ગંભીર જરૂરિયાતો જેમકે મેડિકલ અને ડેન્ટલ સારવારના ખર્ચ માટે ગ્રાન્ટ્સ મળી શકે છે.. તમારી પાસે વીમો હોય તો પણ તમે ફેમાની સહાયતા માટે અરજી કરી શકો છો પરંતુ પહેલાં વીમાનો ક્લેઇમ દાખલ કરો. ફેમા એવા ખર્ચની ભરપાઈ માટે સહાયતા આપે છે જેનો વીમો ન હોય અથવા વીમાની રકમ ઓછી હોય અને અન્ય ગંભીર જરૂરિયાતો માટે મદદ આપે છે. અરજદારોએ ફેમાને વીમાના સંપૂર્ણ કવરેજ જેમાં પૂર, મકાનમાલિક અને વાહનસંબંધી વીમો પણ સામેલ છે, તેની માહિતી આપવી પડશે. ખાનગી વીમામાં કવર થતી કૅટેગરીઝમાં સહાયતા માટે ફેમા અરજદારોની લાયકાત નક્કી કરે તે પહેલાં વીમો કરાવેલો હોય તેવા અરજદારોએ વીમાના સેટલમેન્ટ અથવા બેનિફિટ્સ દર્શાવતા કાગળ આપવા પડશે. ફેમાની સહાયતાની અરજી કરવા માટે, વેબસાઇટ DisasterAssistance.gov [http://www.disasterassistance.gov/] પર જાઓ. ફેમા (FEMA) મોબાઇલ ઍપ વાપરો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરતા હો તો ફેમા (FEMA)ને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષાના ઇન્ટરપ્રેટર્સ સાથે વાત કરવા માટે 3 દબાવો. તમે ડિઝાસ્ટર રિકવરી સેન્ટરની મુલાકાત લઈ શકો છો અને વ્યક્તિગત રીતે ફેમાના સ્ટાફ અને સંઘીય તથા રાજ્યની એજન્સીના પ્રતિનિધિઓને મળી શકો છો, જે તમને હોનારતસંબંધી સહાયતા અંગે વધુ માહિતી આપી શકે છે. તમારી નજીકનું રિકવરી સેન્ટર વેબસાઇટ  DRC Locator (fema.gov) [https://egateway.fema.gov/ESF6/DRCLocator] પર શોધી શકો છો.  ન્યૂ યૉર્કના રાહતકાર્યોની આધિકારિક માહિતી માટે, વેબસાઇટ fema.gov/disaster/4615 [http://www.fema.gov/disaster/4615]પર જાઓ, ટ્વિટર પર અહીં  twitter.com/femaregion2 [http://www.twitter.com/femaregion2]  અને ફેસબુક પર અહીં facebook.com/fema [http://www.facebook.com/fema] ફૉલો કરો.