મકાનના સમારકામ અંગે 25-30 ઑક્ટોબર વચ્ચે સ્ટેટન આઇલૅન્ડ પર સ્થિત લોઈઝ ખાતે સલાહ મેળવી શકો છો [https://www.fema.gov/gu/press-release/20211022/get-home-repair-advice-oct-25-30-lowes-staten-island] Release Date: ઓક્ટોબર 22, 2021 ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કના લોકો જ્યારે પોતાના ઘરના સમારકામ તથા પુનર્નિર્માણમાં સક્રિય છે, ફેમા સ્ટેટન આઇલૅન્ડ સ્થિત લોઈઝ સ્ટોર સાથે મળીને લોકોને મફત માહિતી આપવા જઈ રહ્યું છે. ફેમા હોનારતમાં નુકસાન પામેલા મકાનોને કેવી રીતે મજબૂત અને સુરક્ષિત બનાવવા તે અંગે પણ ટિપ્સ આપશે. ફેમા (FEMA)ના નિષ્ણાતો નીચ આપેલાં સ્થળે ઉપલબ્ધ રહેશે અને મકાનને જોખમથી સુરક્ષિત બનાવીને  હોનારતથી થતાં નુકસાનથી બચવા કે તેને ઘટાડવા માટે તૈયાર કરવા અંગે સવાલોના જવાબ તથા ટિપ્સ આપશે. મોટાભાગની માહિતી તમારી જાતે કરી શકો તેવાં કામ (ડુ ઇટ યૉરસેલ્ફ) અને સામાન્ય કૉન્ટ્રૅક્ટર્સ વિશે હશે. ફેમાના હૅઝાર્ડ મિટિગેશન એડવાઇઝર્સ (સલાહકારો) સોમવારે, 25 ઑક્ટોબરથી શનિવાર, 30 ઑક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે: લોઇઝ 2171 ફૉરેસ્ટ એવન્યુ. સ્ટેટન આઇલૅન્ડ, એનવાઈ 10303 સમય: સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પૂરનાં પગલે થતાં નુકસાનથી ઘરને કેવી રીતે બચાવવું તે અંગેની માહિતી આપતી મફત બુકલેટ્સ પણ ઉપલબ્ધ રહેશે. પ્રૉપર્ટીની સુરક્ષા માટેની વધુ માહિતી વેબસાઇટ https://www.fema.gov/emergency-managers/risk-management પર ઉપલબ્ધ છે. ઇડા વાવાઝોડા પછીનાં રાહતકાર્યો પર તાજી માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4615 [http://www.fema.gov/disaster/4615] ની મુલાકાત લો. ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 [https://twitter.com/femaregion2] અને ફેસબુક પર અહીં www.facebook.com/fema [https://u7061146.ct.sendgrid.net/ls/click?upn=TeZUXWpUv-2B6TCY38pVLo9jw1V-2Bo5zjnJlDYvuv2Uss9fUVdD4qLUR5g5P6aeNyAlWOKN_LMDzpl4Nq0l0W7twxHuEzy-2BkxlPg1d7K-2BpAa67OMQF5aA3Z72-2FXM6Bwrk4PgC4ALq-2FN1KZFbq0dIvnjAHIkenOosVeIy4jryNdFhuuVQTvMNeSZQoq3SlT5fPNb9sLEVqccFjBpGLgekSvXV4V4hRGXKdRoDwH7rTrfqYkkwnBGBQ7mTam70ypCa7vTSGgQPx3VU-2BsGnPThHbfDLBkZWFlMiQwx8seofD3qtXHJlJ4IB4EF6LVlCG5HnEzQtAAkMrLOBTy9t4Vb7B3fmmefuNpMnUhT-2Fjwku7Jg2LYMW7EUDxOK70xI4UAjuhp332OxfRqkwLThQXmMBpNL4AL1zHZnUDpnOkYUu-2B-2BxUfTtmne8-3D] ફૉલો કરો.