ફેમાએ ઇડા વાવાઝોડાના પગલે રાહતકાર્ય માટે નસાઉ કાઉન્ટીમાં હાઉસ ઑફ વરશિપ (પ્રાર્થનાસ્થળ)ને $335000 ડૉલર આપીને ઉપકૃત કર્યું

Release Date Release Number
21
Release Date:
જાન્યુઆરી 28, 2022

ન્યૂ યૉર્ક – ફેમાએ નસાઉમાં ટેમ્પલ ટિકવાહને ઇડા વાવાઝોડાનાં પગલે આપાત સુરક્ષાત્મક ઉપાયો સંબંધિત ખર્ચની ભરપાઈ માટે આશરે $335,000 ડૉલર આપીને ઉપકૃત કર્યું. આ ફેમા દ્વારા ન્યૂ યૉર્ક રાજ્યમાં રાહત અને પુનર્નિર્માણ માટે પ્રાર્થનાસ્થળોની મદદ માટે લેવામાં આવેલું એક પગલું છે.

ન્યૂ હાઇડ પાર્ક, એન.વાઈ. સ્થિત ટેમ્પલ ટિકવાહ (આશા) ક્વીન્સ અને નસાઉ કાઉન્ટીઝના ધાર્મિક સમુદાયના સભ્યો માટે પ્રાર્થનાસ્થળ છે. આ વિસ્તારમાં કેટલાય મકાનો અને વેપારી એકમોની જેમ ટેમ્પલને પણ ઇડા વાવાઝોડાનાં પગલે થયેલા ભારે વરસાદને કારણે નુકસાન થવા પામ્યું હતું. સામાજિક મેળાવડા, ધાર્મિક પરંપરાઓ અને ધાર્મિક સૂચનોને મુલ્તવી રાખવામાં આવ્યાં હતાં. હૉલવે, ક્લાસરૂમ્સ અને શ્રદ્ધાળુઓ જ્યાં આધ્યાત્મિકતા સાથે નિકટતા અનુભવે છે – એ પ્રાર્થનાસ્થળ પણ પાણીમાં ડૂબેલાં હતાં.

ફેમાના ફેડરલ કો-ઑર્ડિનેટિંગ ઑફિસર લાઈ સુન યીએ કહ્યું કે, “ ફેમાનો પબ્લિક આસિસ્ટન્સ (પીએ) પ્રોગ્રામ રાજ્ય, ટ્રાઇબલ , લાયકાત ધરાવતી સ્થાનિક સરકારો અને ચોક્કસ ખાનગી નૉન પ્રોફિટ સંસ્થાઓ માટે આપદા સંબંધિત ખર્ચને કવર કરવા માટે મહત્ત્વનો સ્રોત છે.”

તેમણે કહ્યું કે, “ફંડિંગ ખાનગી નૉન પ્રોફિટ સંસ્થાઓ અને પ્રાર્થનાસ્થળો માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપદા પછી સફાઈ અને સમારકામ માટે અતિરિક્ત ફંડિંગ આ સમુદાયો માટે વધુ ખર્ચાળ હોઈ શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે આમાંથી કેટલાક ખર્ચ વીમામાં કવર ન થતા હોય.”

ટેમ્પલ ટિકવાહ, જેણે ફેમાની આપદા સહાયતા માટે પ્રથમ વખત અરજી કરી છે, એક સંગઠિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમુદાય આ સ્થળને પોતાના ઘર તરીકે માને છે, અને તેને થયેલા ભારે નુકસાનથી દુખી છે.

ફેમાના પીએ પ્રોગ્રામ હેઠળ,  ફેમા દ્વારા આપવામાં આવેલી મદદથી ટેમ્પલને ઇમારતમાંથી પાણી બહાર કાઢવાના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. અરજદાર માટે અનેક પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે, આ તેમાંથી એક છે. 

ધ ટેમ્પલના ફેમા સાથે અતિરિક્ત પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે જેમાં કાટમાળ હઠાવવાના ખર્ચની ભરપાઈ, મોલ્ડનો ઉપચાર અને બિલ્ડિંગમાં સમારકામ અને તેના સામાનના રિપેર અથવા તેને બદલવાના સ્થાઈ કામ સામેલ છે.

ફેમાના પીએ પ્રોગ્રામથી સમુદાયોને મોટી આપદાઓ અથવા ઇમર્જન્સી પરિસ્થિતિઓમાં ઝડપથી કાર્ય કરવામાં મદદ મળે છે. પ્રાર્થનાસ્થળો (પૂજાના સ્થળો) જેની માલિકી અથવા તેનું સંચાલન પીએનપી સંસ્થાઓ પાસે હોય તો તે હોનારતમાં નુકસાન અને તૂટફૂટ થવાની પરિસ્થિતિમાં અરજી કરવા માટે લાયકાત ધરાવે છે.

પબ્લિક આસિસ્ટન્સ માટેની લાયકાત ધરવાતા ખર્ચમાં 75 ટકા કૉસ્ટ શેરિંગ આધાર પર સંઘની ફંડિંગ પણ ઉપલબ્ધ છે. બાકીના 25 ટકા બિનસંઘીય ફન્ડ્સમાંથી મળશે.

લાયકાત ધરાવતી કાઉન્ટીઝ માટે ઇડા વાવાઝોડા સંબંધિત પબ્લિક આસિસ્ટન્સ એપ્લિકેશનની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. જોકે, ફેમા રાહતકાર્યોને ટેકો આપવા માટે ન્યૂ યૉર્ક રાજ્ય સાથે કામ કરી રહ્યું છે.

ફેમાના પબ્લિક આસિસ્ટન્સ પ્રોગ્રામ વિશે વધુ જાણો અને ભવિષ્યમાં આપદા માટે તૈયાર રહો, આ માટે વેબસાઇટ fema.gov/assistance/public/program-overviewની મુલાકાત લો.

ન્યૂયૉર્કમાં રાહતકાર્યોની માહિતી વેબસાઇટ પર fema.gov/disaster/4615 મેળવો. ફેમાને ટ્વિટર પર અહીં twitter.com/femaregion2  અને ફેસબુકને અહીં facebook.com/fema ફૉલો કરો.

Tags:
સુધાર્યુ