ઇડાના ચાર મહિના બાદ પણ ન્યૂ યૉર્કમાં સંઘની સહાયતા જારી છે

Release Date Release Number
20
Release Date:
જાન્યુઆરી 7, 2022

ન્યૂ યૉર્ક – ઇડા વાવાઝોડું ત્રાટક્યું તેને ચાર મહિનાનો સમય થઈ ગયો છે, વાવાઝોડાથી મકાનો, વેપાર અને ન્યૂ યૉર્ક રાજ્યમાં ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. આજ સુધી ફેમા, યુ.એસ. સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને ન્યૂ યૉર્કને પુનર્નિર્માણ અને રાહતકાર્યો માટે અડધો અબજ ડૉલર જેટલું ભંડોળ ફાળવ્યું છે.

ફેમાના સંઘીય કો-ઑર્ડિનેટિંગ અધિકારી લાઇ સુન યીએ કહ્યું કે, “અમે મજબૂત રાહતકાર્યના પ્રયાસોમાં રાજ્ય, સ્થાનિક, સમુદાયિક અને અન્ય સંઘીય ભાગીદારોની સાથે ઊભા છીએ. ફંડિંગ ઉપરાંત ફેમાએ પોતાની આપદા પ્રભાવિતો માટેની સહાયતા ટીમો મારફતે 40 આપદા રાહત કેન્દ્રો સંચાલિત કર્યા છે, 99 હજાર મકાનોની મુલાકાત લીધી છે અને ઓછામાં ઓછા 42 હજાર પ્રભાવિતો સાથે સંવાદ કર્યો છે.”

પાંચ સપ્ટેમ્બરના મહત્ત્વપૂર્ણ ડિઝાસ્ટર ડિક્લેરેશન પછીથી બ્રૉન્ક્ઝ, બ્રુકલિન (કિંગ્સ કાઉન્ટી), ક્વીન્સ, સ્ટેટન આઇલૅન્ડ (રિચમંડ કાઉન્ટી),ડચેસ, નસાઉ, ઑરેન્જ, સુફૉક અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીઝના આશરે 40 હજાર રહેવાસીઓને ફેમા આપદા સહાયતા માટે મંજૂર કરાયા છે. ઑરેન્જ કાઉન્ટીને ડિક્લેરેશનમાં તારીખ 1  ડિસેમ્બરના રોજ સામેલ કરાઈ હતી.

5 જાન્યુઆરી સુધી ફેમાએ $191.1 મિલિયન ડૉલર રહેણાંક અન્ય તોફાન સંબંધિત જરૂરિયાતો માટે ઇન્ડિવિડુઅલ આસિસટન્સ પ્રોગ્રામ હેઠળ મંજૂર કર્યા છે. આ રકમ $171.9 મિલિયન ડૉલર લાયકાત ધરાવતા પ્રભાવિતોને અસ્થાઈ રહેઠાણ, ભાડા સંબંધિત સહાયતા, મકાનના સમારકામ અને બદલી માટે મંજૂર કરાયા છે અને $19.2 મિલિયન ડૉલર અન્ય જરૂરિયાતો માટેની સહાયતા માટે મંજૂર કરાયા જે લાયકાત ધરાવતા પ્રભાવિતોને મેડિકલ, ડેન્ટલ ખર્ચ, ચાઇલ્ડ કૅર (બાળકોની સંભાળ) અને આપદા સંબંધિત અન્ય જરૂરિયાતો માટે આપવામાં આવે છે.

સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને 4,010  હોમ અને બિઝનેસ લૉન્સ માટે $196.5 મિલિયન મંજૂર કર્યા છે જેથી મકાનમાલિકો, ભાડૂતો અને વેપારી એકમોને ઇડા વાવાઝોડાને પગલે સર્જાયેલી હોનારતથી રાહત મળી શકે. એસબીએ ડિઝાસ્ટર લૉન્સ પ્રભાવિતો માટે સંઘના આપદા રાહત ભંડોળનો સૌથી મોટો સ્રોત હતો. નીચા વ્યાજની લૉન્સ માત્ર વેપારી એકમો માટે નથી. પરંતુ ઇડા વાવાઝોડાથી પ્રભાવિત મકાનમાલિકો, ભાડૂતો અને ચોક્કસ નૉન પ્રોફિટ સંસ્થાઓ માટે પણ છે જેમણે અરજી કરી હોય. ફેમાના નેશનલ ફ્લડ ઇન્શ્યોરેન્સ પ્રોગ્રામ હેઠળ $110.1 મિલિયન ડૉલર ન્યૂ યૉર્કના પોલિસીધારકો માટે મંજૂર કરાયા અને વાવાઝોડા પછી આવેલાં પૂરને કારણે થયેલા નુકસાન સામે લગભગ 3,032 જેટલા ક્લેઇમ્સને મંજૂર કરાયા.

આપદાની અસરમાંથી બહાર આવવું એ સામુદાયિક પ્રયાસ છે, એવામાં સંઘની સરકાર તમને સંપૂર્ણ આપદા સહાય પૂરી ન પાડી શકે. સ્થાનિક, રાજ્યની એજન્સીઓ, નૉન પ્રૉફિટ સંસ્થાઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ તથા ખાનગી ક્ષેત્ર આમાં સામેલ  હોય છે. ફેમા સંપૂર્ણ સમુદાયના ભાગીદારો સાથે કામ કરતું રહેશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આપદા પ્રભાવિતોને ઉપલબ્ધ કાર્યક્રમો સુધી પહોંચી શકે તે માટેના સંસાધનો મળી રહે.

ઑરેન્જ કાઉન્ટીના રહેવાસીઓ જેમણે ઇડા વાવાઝોડાના પગલે નુકસાન કે તૂટફૂટનો સામનો કરવો પડ્યો હોય, તેમની પાસે ફેમાની આપદા સહાયતા માટે સોમવાર, 31 જાન્યુઆરી સુધીનો સમય છે.

બ્રૉન્ક્ઝ, બ્રુકલિન (કિંગ્સ કાઉન્ટી), ક્વીન્સ, સ્ટેટન આઈલૅન્ડ (રિચમંડ કાઉન્ટી), ડચેસ, નસાઉ, રૉકલૅન્ડ, સુફૉક અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીઝના રહેવાસીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી હતી. જોકે, આ નવ કાઉન્ટીઝના રહેવાસીઓ પાસે લેટ એપ્લિકેશન (વિલંબથી કરેલી અરજી) કરવા માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ છે. લેટ એપ્લિકેશન માટે અરજદારોએ ફેમાને એક પત્ર લખવો પડશે જેમાં, તેઓ સમયસર અરજી કેમ ન કરી શક્યા, તેનું કારણ બતાવવું પડશે.

ફેમાની સહાયતા માટે અરજી કરવા માટે વેબસાઇટ DisasterAssistance.gov પર જાઓ, ફેમા મોબાઇલ ઍપ વાપરો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો.જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ) પર કૉલ કરો, કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમાને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર સાથે વાત કરવા માટે 3 દબાવો.

તમારી પાસે આપદા સહાયતા માટે ઉપલબ્ધ એસબીએની લૉન માટે અરજી કરવાનો વિકલ્પ ખુલ્લો છે. જો તમે એસબીએની લૉન માટે લાયકાત ન ધરાવતા હો, તો તમારા માટે ફેમાની અતિરિક્ત સહાયતાનો રસ્તો ખૂલી શકે છે.

અરજદારો એસબીએસની સુરક્ષિત વેબસાઇટ DisasterLoanAssistance.sba.gov પર લૉન માટે અરજી કરી શકે છએ અથવા એસબીએની કસ્ટમર સર્વિસ સેન્ટરને 800-659-2955 પર કૉલ કરો. જે લોકો બધિર અથવા ઓછું સાંભળે છે તેઓ 800-877-8339 પર કૉલ કરે. વધુ માહિતી માટે, DisasterCustomerService@SBA.gov પર ઇમેલ કરો.

Tags:
સુધાર્યુ