ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કના લોકો હવે જ્યારે પોતાના મકાનનાં સમારકામ અને પુનર્નિર્માણમાં વ્યસ્ત છે, ત્યારે ફેમાએ ક્વીન્સમાં હોમ-ઇમ્પ્રૂવમેન્ટ સ્ટોર લોઈઝ સાથે મળીને લોકોને પ્રાકૃતિક આપદાથી નુકસાન પામેલ મકાનોને વધુ સુરક્ષિત અને મજબૂત કેવી રીતે બનાવવા, તે અંગે મફત માહિતી આપવાનું નક્કી કર્યું.
ફેમાના નિષ્ણાતો નીચે આપેલા સ્થળો પર હોનારતમાં મકાનને વધુ નુકસાન થતું અટકાવવા માટે આપદાની સામે ટકી શકે તેવા મકાન બનાવવાની ટિપ્સ અને ટેકનીક સમજાવવા અને સવાલોના જવાબ આપવા માટે હાજર રહેશે. મોટા ભાગની માહિતી તમે જાતે કરી શકો તેવાં કામ અને સામાન્ય કૉન્ટ્રૅક્ટર્સ વિશે હશે.
ફેમાના હૅઝાર્ડ મિટિગેશન સલાહકારો સોમવાર, એક નવેમ્બરથી શનિવાર, છ નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે:
લોઈઝ
253-01 રૉકવે બુલેવાર્ડ
રોઝડેલ, એનવાઈ 11422
સમય: સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી.
પૂરને કારણે થતા નુકસાનથી મકાનને બચાવવા માટેની માહિતી ધરાવતી મફત બુકલેટ પણ ઉપલબ્ધ છે. મિલકતને સુરક્ષિત બનાવવા અંગેની વધુ માહિતી વેબસાઇટ fema.gov/emergency-managers/risk-management પર મળશે.
ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડા પછીના રાહતકાર્ય વિશે વધુ માહિતી વેબસાઇટ fema.gov/disaster/4615 પર મેળવો. ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુક પર અહીં facebook.com/fema ફૉલો કરો.