હોનારતથી પ્રભાવિત થયેલા ન્યૂ જર્સીના રહીશોને ફેમાની સહાયતાની અરજી કરવા માટે વધુ સમય મળશે

Release Date Release Number
NR 025
Release Date:
ઓક્ટોબર 27, 2021

ટ્રેન્ટન, એન.જે– ન્યૂ જર્સીમાં મકાનમાલિકો અને ભાડૂતોને ઇડા વાવાઝોડાને પગલે થયેલા નુકસાનની સામે ફેમા ઇન્ડિવિડુઅલ આસિસ્ટન્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારીને 6 ડિસેમ્બર, 2021 કરી નાખવામાં આવી છે.

બર્ગન, એસેક્સ, ગ્લૂસ્ટર, હડસન, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મૉરિસ, પૅસેક, સોમરસેટ, યુનિયન અને વૉરન કાઉન્ટીઝમાં રહેતા લોકો જે હોનારતથી પ્રભાવિત થયા છે, તેમના માટે અરજી કરવાની તારીખ આગળ વધારવામાં આવી છે.

વ્યક્તિઓ તથા પરિવારો માટે સંઘીય હોનારતસંબંધી સહાયમાં ભાડાસંબંધી સહાયતા, મકાનમાં જરૂરી સમારકામ, અંગત મિલકતને થયેલા નુકસાન અને હોનારતના પગલે ઊભી થયેલી અન્ય ગંભીર જરૂરિયાતો જે વીમામાં કવર ન થઈ હોય, તે માટે નાણાનો સમાવેશ થાય છે.

ફેમાની સહાયતા માટે રજિસ્ટર કરો

ફેમાને હોનારતસંબંધી સહાયતાની ઑનલાઇન અરજી વેબસાઇટ DisasterAssistance.gov  પર કરો. ફેમા ઍપ FEMA app પર અરજી કરી શકો છો અથવા ફેમાની હૅલ્પલાઇન 800-621-3362 (ટીટીવાઈ 800-462-7585) પર કૉલ કરો. ટોલ-ફ્રી ટેલિફોન લાઇન હાલ દરરોજ સવારે સાત વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી ચાલુ છે. જો તમે રિલે સર્વિસ જેમકે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય સર્વિસ વાપરો છો તો તેનો નંબર ફેમાને આપો.  બહુભાષી ઑપરેટર્સ ઉપલબ્ધ રહેશે.

એસબીએની નીચા વ્યાજવાળી લૉન્સ

એસબીએ વેપારી એકમો, ખાનગી નૉનપ્રૉફિટ સંસ્થાઓ, મકાનમાલિકો અને ભાડૂતોને હોનારતમાં નુકસાન પામેલ અંગત મિલકતના સમારકામ અથવા પુનર્નિર્માણ અને તેને અથવા ખોવાયેલી અંગત પ્રૉપર્ટીને બદલવાના ખર્ચ સામે મદદ આપે છે. નીચા વ્યાજની લૉન માટે વેબસાઇટ DisasterLoanAssistance.sba.gov/ela/s/ પર અરજી કરી શકો છો. એસબીએ કસ્ટમર સર્વિસ પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરવા માટે સીધો 800-659-2955 (ટીટીવાઈ 800-877-8339) પર કૉલ કરો. આ વેબસાઇટ sba.gov પર વધુ માહિતી મેળવી શકો છો.

Tags:
સુધાર્યુ