ન્યૂ યૉર્કમાં ઑરેન્જ કાઉન્ટીના રહેવાસીઓ પાસે ફેમાની સહાયતા માટે અરજી કરવા માટે એક અઠવાડિયાનો સમય રહ્યો છે

Release Date:
જાન્યુઆરી 24, 2022

ઑરેન્જ કાઉન્ટીના રહેવાસીઓ અને ભાડૂતો જેમને 1થા 3 સપ્ટેમ્બર 2021 વચ્ચે ઇડા વાવાઝોડાના પગલે મિલકતમાં નુકસાન અથવા તૂટફૂટનો સામનો કરવો પડ્યો તેમની પાસે સંઘની આપદા સહાયતા માટે અરજી કરવા માટે  સોમવાર, 31 જાન્યુઆરી, સુધીનો સમય છે.

વ્યક્તિઓ તથા પરિવારો માટે સંઘની આપદા સહાયતામાં ભાડા સંબંધિત મદદ, મકાનના જરૂરી સમારકામ, ખાનગી મિલકતને નુકસાન અને વીમામાં કવર ન થતી હોય તેની અન્ય આપદા સંબંધિત ગંભીર જરૂરિયાતો સહાયતા માટે નાણાનો સમાવેશ થાય છે.

જો તમે ઑરેન્જ કાઉન્ટીમાં રહેતા હોય તમારા સંપર્કની માહિતી અપડેટ કરવા, ફેમાના પત્ર વિશે સવાલ પૂછવા, ફેમાના હોમ ઇન્સપેક્શન ( ઘરના નિરીક્ષણ) માટે માહિતી, અથવા ફેમાના નિર્ણય સામે અપીલ કેવી રીતે કરવી, આ બધું કરવા માટે નીચે આપેલી ત્રણ રીત વાપરી શકો છો:

  • વેબસાઇટ DisasterAssistance.gov પર ઑનલાઇન જાઓ

  • ફેમાની ઍપ ડાઉનલોડ કરો; અથવા

  • ફેમા હૅલ્પલાઇનને 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો, તો ફેમાને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર માટે 3 દબાવો.

લાંબાગાળાની રાહત જે વીમામાં કવર ન થતી હોય તેના માટેનો પ્રાથમિક સ્રોત છે યુ.એસ. સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની આપદા સંબંધિત લૉન. ઑરેન્જ કાઉન્ટીના રહેવાસીઓ અને વેપારીઓ જેઓ એસબીએની અરજી કરવાની છેલ્લી તારીખ  4 જાન્યુઆરી ચૂકી ગયા છે તેઓ હજી પણ અરજી સાથે એક નિવેદન આપીને સમજાવી શકે છે કે તેઓ કેમ અરજી કરવામાં મોડા થયા કારણ કે ઑરેન્જ કાઉન્ટીને મેજર ડિઝાસ્ટર ડિક્લેરેશનમાં મોડેથી સામેલ કરવામાં આવી હતી. ડીઝાસ્ટર લૉનની અરજી એસબીએની સુરક્ષિત વેબસાઇટ: disasterloanassistance.sba.gov/ela/s/ પર મળી શકે છે. વધુ માહિતી માટે, અરજદારો એસબીએના કસ્ટમર સર્વિસ સેન્ટરને 800-659-2955 પર કૉલ કરી શકે છે. બધિર તથા સાંભળવામાં મુશ્કેલી અનુભવતા લોકો 800-877-8339 પર કૉલ કરે. વધુ માહિતી માટે DisasterCustomerService@SBA.gov પર ઇમેલ કરો.

વધુ માહિતી વેબસાઇટ fema.gov/disaster/4615 પર મેળવો. ટ્વિટર પર અમને અહીં twitter.com/femaregion2 અને ફેસબુકને અહીં facebook.com/FEMA ફૉલો કરો.

Tags:
સુધાર્યુ