ફેમાના નિરીક્ષકોને કેવી રીતે ઓળખશો

Release Date:
ઓક્ટોબર 15, 2021

ફેમા (FEMA)ના નિરીક્ષકો (ઇન્સપેક્ટર્સ) હોનારતને પગલે થયેલા નુકસાનની નોંધણી કરતા હોય છે. તે લોકો એ નક્કી નથી કરતા કે તમે ફેમા (FEMA)ની સહાયતા માટે લાયકાત ધરાવો છો કે નહીં કે પછી કેટલી અથવા કઈ પ્રકારની સહાયતા તમને ફેમા તરફથી મળી શકે છે. આ નિરીક્ષકો તમારો સંપર્ક કરે ત્યારે તેમને ઉત્તર આપવો એ મહત્ત્વપૂર્ણ છે.

તમારા દરવાજા પર આવેલી વ્યક્તિ કે ફોન પર વાત કરતી વ્યક્તિ ફેમા નિરીક્ષક (ઇન્સપેક્ટર) છે જ એ કેવી રીતે ઓળખશો.

વ્યક્તિગત નિરીક્ષણ (ઇન પર્સન ઇન્સપેક્શન): ફેમાના બધા અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર્સ પાસે આધિકારિક ઓળખપત્ર (આઇડેન્ટિફેશન) હોય છે. અરજદારે નિરીક્ષકને હંમેશા તેમનો આધિકારિક બૅજ બતાવવા કહેવું જોઈએ, જેમાં તેમનું નામ તથા ફોટો હશે. ફેમા તરફથી આવેલા કૉન્ટ્રૅક્ટ ઇન્સપેક્ટરને તેમને કામ આપનાર સંસ્થા દ્વારા બૅજ આપવામાં આવે છે. તેમાં પણ તેમનું નામ, ફોટો અને શક્ય છે કે આઈડી નંબર પણ હશે.

રિમોટ ઇન્સપેક્શન: નિરીક્ષકો સાચા અરજદારના ઘરે પહાંચ્યા છે એની ખરાઈ કરવા માટે અરજદારના નવ અંકના ફેમા રજિસ્ટ્રેશન નંબરના છેલ્લા ચાર અંક પૂછશે. નિરીક્ષક (ઇન્સપેક્ટર) અરજદારની રજિસ્ટ્રેશન આઈડીના પ્રથમ ચાર અંક જણાવશે. અરજદાર જ્યારે ફેમાને કરેલી અરજી પૂરી કરે છે ત્યારે તેને રજિસ્ટ્રેશન નંબર મળે છે.

ફેમા નિરીક્ષકો અંગે આ બાબતો પણ ધ્યાનમાં રાખો:

  • નિરીક્ષકો ક્યારેય ઇન્સપેક્શન માટે પૈસાની માગણી નથી કરતા તથા એ લોકો તમને ગ્રાન્ટ મળશે તેનો વાયદો પણ નથી કરતા.
  • નિરીક્ષકને તમારી ફેમા હોનારતસંબંધી સહાયતાની અરજીમાંથી તમારું સરનામું મળ્યું હશે, પરંતુ તેઓ તમારા ઘર (મિકલત) સુધી પહોંચવા માટેનો રસ્તો જાણવા તમારો સંપર્ક કરી શકે છે.
  • એ લોકો ફેમાને કરેલી તમારી અરજીમાં ઉપલબ્ધ માહિતીના આધારે તમને ફોન કૉલ, ટેક્સ્ટ મૅસેજ, ઇમેલ કરી શકે છે.
  • નિરીક્ષકો તમને ફેમાએ આપેલા ફોન અથવા તેમના અંગત ફોન પરથી કૉલ કરી શકે છે અને એરિયા કોડ ન્યૂ યૉર્કની બહારનો પણ હોઈ શકે છે.
  • ફેમા (FEMA) લખેલું હોય એવું શર્ટ કે જૅકેટ પહેરેલું હોય તો તે કોઈ આધિકારિક આઈડી નથી. તેમને ફેમા ફોટો આઈડી બૅજ બતાવવા કહો. સંઘીય કાયદામાં અમેરિકન સરકારના આઇડેટિફિકેશન કાર્ડ્સની ફોટોકૉપી કરવા અથવા તેનો ફોટો પાડવાની મનાઈ છે. આનું ઉલ્લંઘન કરવા પર સજા થઈ શકે છે અથવા દંડ ભરવો પડી શકે છે.  
  • જો તમે ઘરે ના હો તો નિરીક્ષક ઘરના બારણે એક પત્ર મૂકીને જશે.

જો તમે ઘરે આવો અને નિરીક્ષકનો પત્ર તમને બારણે મળે તો તેની અવગણના ન કરો (do not disregard it). આ પત્ર નિરીક્ષણ પ્રક્રિયાનો એક ભાગ છે જેમાં નિરીક્ષક (ઇન્સપેક્ટર)નું નામ અને સંપર્કની માહિતી હશે. જો તમે ફેમાને અરજી કરી છે અને નિરીક્ષક (ઇન્સપેક્ટર)ના આવવાની સંભાવના છે તો નિરીક્ષકને ફોન કરીને તેમને પ્રક્રિયા ચાલુ રાખવા કહો. નિરીક્ષકની સંપર્ક માહિતી (કૉન્ટેક્ટ ડિટેલ્સ) સોશિયલ મીડિયા પર શૅર ન કરો.

જો તમને બારણે ફેમાના નિરીક્ષકનો પત્ર મળે અને તમે ફેમાની સહાયતા માટે અરજી ન કરી હોય તો ફેમા (FEMA)ને સંપર્ક કરો અથવા ફેમા ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન્સ ઍન્ડ ઇન્સપેક્શન્સ ડિવિઝનને 866-223-0814 પર સંપર્ક કરો અથવા StopFEMAFraud@fema.dhs.gov પર ઇમેલ કરો. ફેમા (FEMA) નિરીક્ષક ફેમા ઇન્સપેક્શન ગાઇડલાઇન્સ તથા પ્રોટોકૉલ્સનું પાલન કરી રહ્યા હતા.તમે નિરીક્ષકને સીધો સંપર્ક કરી શકો છો અને સમજાવી શકો છો કે તમે અરજી નથી કરી. નિરીક્ષક જે થયું તેની માહિતી નોંધાવી દેશે.

તમારે ઘરે ઇન્સપેક્શન બાકી હોય તો તેની ખરાઈ કરવા માટે તમે ફેમા હૅલ્પલાઇન  800-621-3362  પર કૉલ કરી શકો છો અથવા વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ)નો ઉપયોગ કરી શકો છો. તમે DisasterAssistance.gov વેબસાઇટ પર જાઓ અને “રિવ્યૂ સ્ટેટસ” પર ક્લિક કરો. તમારે ખરાઈ કરવી જોઈએ કે તમારું સરનામું બરાબર છે અને તમારા ઘર સુધી પહોંચવા માટે ખાસ સૂચનો આપો.

જો તમને લાગે છે કે તમે અથવા તમારા કોઈ ઓળખીતા છેતરપિંડીનો ભોગ બન્યા છે અથવા તમારી ઓળખનો ગેરલાભ લેવાની કોશિશ થઈ છે તો તેની ફરિયાદ સ્થાનિક પોલીસ અથવા શેરિફ વિભાગ પાસે નોંધાવો. તમે ફેમા ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન્સ ઍન્ડ ઇન્સપેક્શન્સ ડિવિઝનને ઉપર આપેલા ફોન નંબર અથવા ઇમેલ એડ્રેસ પર સંપર્ક કરો.

ન્યૂ યૉર્કમાં રાહતકાર્યની  તાજી માહિતી www.fema.gov/disaster/4615 વેબસાઇટ પર મેળવો. ટ્વિટર પર અહીં https://twitter.com/FEMARegion2 અને ફેસબુક પર અહીં www.facebook.com/fema ફૉલો કરો.

Tags:
સુધાર્યુ