ન્યૂ જર્સીના ઇડા વાવાઝોડાના પ્રભાવિતો માટે મફત કાયદાકીય મદદ

Release Date:
ડિસેમ્બર 2, 2021

ઇડા વાવાઝોડાનાં પગલે ઊભી થયેલી કાયદાકીય સમસ્યાઓ માટે મફત લીગલ સર્વિસ ઉપલબ્ધ છે.

બર્ગેન, એસેક્સ, ગ્લૂસ્ટર, હન્ટરડન, મર્સર, મિડલસેક્સ, મૉરિસ, પૅસેક, સૉમરસેટ, યુનિયન અને વૉરન કાઉન્ટીઝના રહેવાસીઓ જે હોનારતથી પ્રભાવિત થયા છે અને વકીલનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી, તેઓ લીગલ સર્વિસ ઑફ ન્યૂ જર્સી (એલએસએનજે) પાસેથી મફત કાયદાકીય સહાયતાની વિનંતી કરી શકે છે, આ માટે હૉટલાઇન www.lsnjlawhotline.org પર વિનંતી કરી શકાય. ઑનલાઇન અરજી કોઈ પણ સમયે કરી શકાય. 

રહેવાસીઓ એલએસએનજે હૉટલાઇનને અહીં 888-576-5529 (888-એલએસએનજે-લૉ) પર કૉલ કરી શકે છે. હૉટલાઇન સવારે આઠ વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ સર્વિસ ન્યૂ જર્સી સ્ટેટ બાર એસોસિએશન, અમેરિકન બાર એસોસિએશનના યંગ લૉયર્સ ડિવિઝન અને ફેમાની ભાગીદારીથી ચાલે છે.

નીચે મુજબ વિભિન્ન પ્રકારની મફત કાયદાકીય સહાયતા ઉપલબ્ધ છે:

  • હોનારતથી પ્રભાવિત લોકો માટે ઉપલબ્ધ ફેમા તથા અન્ય સરકારી લાભ મેળવવામાં મદદ
  • જીવન, મેડિકલ અને પ્રૉપર્ટીના વીમાના ક્લેઇમ
  • વસિંયતનામા અને હોનારતમાં ખોવાયેલા અથવા નષ્ટ થયેલા અન્ય મહત્ત્વપૂર્ણ કાયદાકીય દસ્તાવેજો
  • લેણદાર-દેણદાર સમસ્યાઓ અંગે કાઉન્સેલિંગ
  • મકાનમાલિક-ભાડૂત સમસ્યાઓ અંગે કાઉન્સેલિંગ

તાજી માહિતી અહીં fema.gov/disaster/4614 મેળવો. ફેમા રિજન ટુને આ ટ્વિટર એકાઉન્ટ twitter.com/FEMAregion2 પર ફૉલો કરો.

Tags:
સુધાર્યુ