ફેમાએ ન્યૂ યૉર્કમાં બચેલાં ત્રણ ડિઝાસ્ટર રિકવરી સેન્ટર્સને થૅન્ક્સગિવિંગ નિમિત્તે ગુરુવારે કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ફેમા હૅલ્પલાઇન રજાઓ દરમિયાન પણ બંધ રહેશે. ત્રણેય સેન્ટર્સ અને હૅલ્પલાઇન સેન્ટર્સ તથા હૅલ્પલાઇન શુક્રવાર 26 નવેમ્બરના ફરી ખૂલશે.
હોનારતથી પ્રભાવિત થયેલા લોકો પાસે ફેમાની હોનારતસંબંધી સહાયતા માટે અરજી કરવા માટે સોમવાર 6 ડિસેમ્બર સુધીનો સમય છે. તમારે અરજી કરવા માટે રિકવરી સેન્ટરની મુલાકાત લેવી જરૂરી નથી. તમે વેબસાઇટ DisasterAssistance.gov પર અરજી કરી શકો છો અને તમારી માહિતીને અપડેટ પણ કરી શકો છો, તમે આ માટે ફેમા મોબાઇલ ઍપ પણ વાપરી શકો છો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ પણ કરી શકો છો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ) વાપરો છો, કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમાને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દરરોજ ઉપલબ્ધ છે. સ્પૅનિશ માટે 2 દબાવો અને તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર માટે 3 દબાવો.
ફેમા હૅલ્પલાઇન થૅન્ક્સગિવિંગ માટે બંધ રહેશે અને 26 નવેમ્બરના સવારે 7 વાગ્યે ખૂલશે.
રિકવરી સેન્ટર્સ પર તમે ફેમાના સ્ટાફ અને અન્ય સંઘ તથા રાજ્યની એજન્સીઓના પ્રતિનિધિઓને મળી શકો છો અને દસ્તાવેજ અપલોડ કરવામાં મદદ મેળવી શકો છો.
સેન્ટરનો સમય અને લોકેશન નીચે પ્રમાણે છે:
નસાઉ કાઉન્ટી
માઇકલ જે. ટુલી પાર્ક ફિઝિકલ ઍક્ટિવિટી સેન્ટર
1801 એવરગ્રીન એવન્યુ.
ન્યૂ હાઇડ પાર્ક, એનવાઈ 11040
સમય: સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બુધવારે, 24 નવેમ્બર અને શક્રવાર, 26 નવેમ્બર
ગુરુવાર, 25 નવેમ્બરે બંધ રહેશે
ક્વીન્સ કાઉન્ટી
ક્વીન્સ કૉલેજ
152-45 મેલબૉર્ન અવન્યુ.
ક્વીન્સ, એનવાઈ 11367
સમય: સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યાથી બુધવારે, 24 નવેમ્બર અને શુક્રવાર, 26 નવેમ્બર
વેસ્ટચેસ્ટર કાઉન્ટી
મામારૉનેક પબ્લિક લાઇબ્રેરી
136 પ્રૉસપેક્ટ એવન્યુ.
મામારૉનેક, એનવાઈ 10543
સમય: સવારે 10 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી બુધવારે, 24 નવેમ્બર and સવારે 10 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી. શુક્રવાર, 26 નવેમ્બર
ગુરુવાર, 25 નવેમ્બરે બંધ રહેશે
ન્યૂ યૉર્કમાં રાહતકાર્યોની આધિકારિક માહિતી માટે વેબસાઇટ fema.gov/disaster/4615 ની મુલાકાત લો. ફેમાને ટ્વિટર પર અહીં twitter.com/femaregion2 અને ફેસબુકને અહીં facebook.com/fema ફૉલો કરો.