ફ્રૉડ અને છેતરપિંડી કરનારાઓથી સાવચેત રહો

Release Date:
ઓક્ટોબર 4, 2021

હોનારત પછી કૌભાંડ કરનારાઓ, છેતરપિંડી કરનારાઓ, પ્રભાવિતોની ઓળખનો ગેરલાભ લેનારાઓ અથવા ગુનેગારોથી બચીને રહેવું. સંઘીય તથા રાજ્યના કટોકટી પ્રબંધન અધિકારીઓ (સ્ટેટ ઇમર્જેન્સી મૅનેજમેન્ટ ઑફિશિયલ્સ) રહેવાસીઓને કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિની જાણ કરવાની વિનંતી કરે છે.

ખરાબ ઇરાદાવાળા લોકો આધિકારિક સહાયકર્મી અથવા સહાયતા માટેની અરજી કરવામાં મદદ કરતા સંબંધીઓ હોવાનો દેખાડો કરીને હોનારતથી પ્રભાવિત થયેલા લોકોનો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરી શકે છે.

હોનારત પછી આ પ્રકારે છેતરપિંડી થતી હોય છે:

સંઘ અથવા રાજ્ય તરફથી મદદની નકલી ઑફર: સંઘ અને રાજ્યના કર્મચારીઓ ક્યારેય મદદ સામે પૈસાની માગ નથી કરતા અથવા પૈસા સ્વીકાર નથી કરતા. ફેમા (FEMA) અને યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ ક્યારેય સહાયતા, તપાસ કે અરજી કરવામાં મદદ બદલ નાણાની માગ નથી કરતા. 

રહેઠાણની તપાસ માટે નકલી નિરીક્ષકો:  જ્યારે કોઈ હોનારત થવા પામે છે ત્યાર પછી પ્રભાવિતોએ રહેઠાણની તપાસ માટે આવતા બનાવટી નિરીક્ષકોથી સાવચેત રહેવું. નિરીક્ષકની ઓળખ માટે તેનો આઇડેન્ટિફિકેશન બૅજ માગવો. FEMA ના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર્સ પાસે આધિકારિક લૅમિનેટ કરેલું ફોટો સહિતનું ઓળખપત્ર હોય છે. રહેઠાણના નિરીક્ષકો (હાઉઝિંગ ઇન્સપેક્ટર) પાસે દરેક અરજીકર્તાનો નવ અંકનો ફેમા રજિસ્ટ્રેશન નંબર હોય છે. ફીલ્ડ ઇન્સપેક્ટર પાંચ અલગઅલગ રીતે અરજીકર્તાઓને સંપર્ક કરી શકે છે.

નિરીક્ષકો સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા ફોન અથવા ખાનગી સેલ ફોનથી કૉલ કરી શકે છે એટલે અરજીકર્તાઓને અલગઅલગ એરિયા કોડથી કૉલ આવશે. નિરીક્ષકો તમારી ફેમામાં કરેલી અરજીમાં આપેલી માહિતી મુજબ ટેક્સ્ટ મૅસેજ અને ઇમેલ પર પણ તમારો સંપર્ક કરી શકે છે. પરંતુ નિરીક્ષકો ક્યારેય તપાસ પૂરી કરવા માટે નાણાની માગ નથી કરતા.

FEMAના પ્રતિનિધિઓ તમારી અંગત માહિતીની ખરાઈ માટે તમારો સંપર્ક કરી શકે છે. તમારે FEMA આઇડેન્ટિફિકેશન નંબર માગવો જોઈએ. જો તમારો સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખને લઈને તમને શંકા છે અથવા કોઈ તમને FEMAના હાઉઝિંગ ઇન્સપેક્ટર (નિરીક્ષક) હોવાનું કહીને સંપર્ક કરે અને તમને તેના પર શંકા હોય તો FEMA હૅલ્પલાઇન 800-621-3362 (711/વીઆરએસ) પર સંપર્ક કરો. હૅલ્પલાઇન સાતેય દિવસ સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલે છે અને ઑપરેટર્સ તમને તમારી ભાષામાં બોલતા નિષ્ણાત સાથે વાત કરાવી શકે છે. જો તમે રિલે સર્વિસ જેમકે વીડિયો રિલે સર્વિસ, કૅપ્શનવાળી ટેલિફોન સર્વિસ અથવા અન્ય સર્વિસ વાપરો છો તો તે નંબર FEMA ને આપો.

નકલી સરકારી કર્મચારીઓ: સહાયતાના બદલામાં નાણાની માગ કરતા કેટલાક ઠગ સહાયતા કર્મીઓ હોવાનો દેખાડો કરી શકે છે. સંઘીય, રાજ્ય કે સ્થાનિક સહાયતાકર્મી ક્યારેય નાણા માગતા નથી કે નાણા સ્વીકાર પણ નથી કરતા. સંઘીય હોનારત સહાયતાકર્મી ક્યારેય હોનારત પછી ગ્રાન્ટ અપાવવાનો વાયદો નહીં કરે.

નકલી ચૅરિટી સંસ્થાઓ: બૅટર બિઝનેસ બ્યૂરો દ્વારા માન્યતા પ્રાપ્ત ચૅરિટી સંસ્થાઓની યાદી વાઇઝ ગિવિંગ એલાયન્સ Give.org પર ઉપલબ્ધ છે. ગુનેગારો ઇમેલ અને સોશિયલ મીડિયા મારફતે હોનારતથી પ્રભાવિત લોકોને સંપર્ક કરી શકે છે અને નકલી વેબસાઇટ્સ મારફતે ફાળો ઉઘરાવવાનું કામ પણ કરી શકે છે.

વાઇઝ ગિવિંગ એલાયન્સની સલાહ છે કે: “ આવા અયાચિક ઇમેલનો જવાબ ન આપવો. એવાં ટેલિમાર્કેટર્સ અને નકલી ચૅરિટી સંસ્થાઓથી સાવચેત રહેવું જેમનું નામ અસલી લાગતું હોય.” ચૅરિટીને નામે થતા કૌભાંડોથી બચવા માટે વધુ માહિતી મેળવવા માટે ફેડરલ ટ્રેડ કમિશનની વેબસાઇટ Scam Alerts પર જાઓ.

રેન્ટલ લિસ્ટિંગમાં છેતરપિંડી: ફેડરલ ટ્રેડ કમિશન પાસે રેન્ટલ લિસ્ટિંગ સ્કૅમ કેવી રીતે કામ કરે છે, તે અંગેની માહિતી હોય છે. દાખલા તરીકે, સ્કૅમને અંજામ આપનારાઓ સમજે છે કે ભાડાનું એપાર્ટમેન્ટ શોધવું અથવા રજાઓ માટે ભાડે રહેવાની જગ્યા શોધવું મુશ્કેલ છે અને તેની પસંદગી કરવી એ સરળ કામ નથી. Rental Listing Scams વેબસાઇટ પર વધારે માહિતી મેળવો.

લાઇસન્સ વિનાના અને વીમા વગરના કૉન્ટ્રૅક્ટરોથી સાવચેત રહો: હોનારત પછી મોટાભાગે, કેટલાક લોકો કાયદેસરના કૉન્ટ્રૅક્ટર તરીકે તમારા સંપર્કમાં આવી શકે છે. તેમની ઓળખની ખરાઈ કરી શકે એવા સંપર્ક માગો, ઍડવાન્સમાં કોઈ ચૂકવણી કરવામાં સાવચેતી રાખો અને એ સુનિશ્ચિત કરો કે તેમની પાસે લાઇસન્સ છે અને જરૂરી મંજૂરી તેઓ લઈ શકે છે. તમે મકાનના સમારકામ માટે કૉન્ટ્રૅક્ટરને કામ સોંપો, એ પહેલાં તપાસ કરી લો કે તેમની પાસે તમારી કાઉન્ટીમાં રજિસ્ટ્રેશન અથવા લાઇસેન્સ છે કે નહીં:

જો તમારી પાસે કોઈ પણ પ્રકારના ફ્રૉડ, બગાડ કે અભદ્રતાની જાણકારી છે તો તમે ફેમા ડિઝાસ્ટર ફ્રૉડ હૉટલાઇન 866-720-5721 પર માહિતી આપી શકો છો, આ લાઇન સાતેય દિવસ 24 કલાક ચાલુ છે અથવા Disaster@leo.gov પર ઇમેલ કરી શકો છો.

જો તમને લાગતું હોય કે તમે અથવા તમારા કોઈ સગાસંબંધી કોઈ સ્કૅમ (છેતરપિંડી)ના શિકાર બન્યા છે કે પછી તેમની ઓળખને લઈને કોઈ ઠગી થઈ રહી છે તો તરત તેને સ્થાનિક પોલીસ કે શેરિફના કાર્યાલયમાં રિપોર્ટ કરો અથવા ન્યૂ યૉર્ક સ્ટેટ એટર્ની જનરલની ઑફિસમાં માહિતી આપો.:

સામુદાયિક સ્તરે ખાસ જરૂરિયાત માટે મદદ કરતી એજન્સીને સંપર્ક કરવા માટે 211 પર કૉલ કરો અથવા   https://www.211nys.org/contact-us વેબસાઇટ પર જાઓ. ન્યૂ યૉર્કના રહેવાસીઓ  311 પર કૉલ કરો.

ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાં પછી સહાયતા કાર્યની વધારે અને તાજી માહિતી માટે fema.gov/disaster/4615 વેબસાઇટ પર જાઓ. ટ્વિટર પર twitter.com/femaregion2 અને facebook.com/fema ફૉલો કરો.

Tags:
સુધાર્યુ