ફેમા હોનારત સહાયતા માટે છ ડિસેમ્બર પહેલાં અરજી કરો

Release Date:
નવેમ્બર 29, 2021

હવે સંઘની હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરવામાં સાત દિવસનો સમય બાકી છે, ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાનાં પગલે જેમને નુકસાન અથવા તૂટફૂટ થયાં હોય, તેમણે ધ્યાન રાખવું જોઈએ કે ફેમા વીમો ન ધરાવતી અથવા ઓછી રકમનો વીમો ધરાવતી વ્યક્તિઓ અથવા પરિવારોને તોફાનનાં પગલે થયેલાં નુકસાનની ભરપાઈ માટે આર્થિક સહાયતા આપે છે. ફેમાની સહાયતા વીમાનો વિકલ્પ નથી અને હોનારતથી થયેલાં બધાં નુકસાનની ભરપાઈ ન કરી શકે.

  • બ્રૉન્ક્ઝ, ડચેઝ, કિંગ્સ, નસાઉ, ક્વીન્સ, રિચમંડ, રૉકલૅન્ડ, સુફૉક અને વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં રહેતા મકાનમાલિકો અને ભાડૂતો જેમને એકથી ત્રણ સપ્ટેમ્બર વચ્ચે નુકસાન થવા પામ્યું છે, તેઓ અરજી કરી શકે છે.
  • સંઘની હોનારતસંબંધિત સહાયતા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ સોમવાર, 6 ડિસેમ્બર છે. યુ.એસ.સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની હોનારતસંબંધિત લૉન માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ છ ડિસેમ્બર છે.
  • મકાનમાલિકો જેમને થયેલું નુકસાન વીમામાં કવર ન થતું હોય, તેઓ હોનારતસંબંધિત સહાયતા મેળવવાની લાયકાત ધરાવી શકે છે.
  • સહસ્વામિત્વ અને કોઑપરેટિવ એકમોના માલિકો યુનિટની અંદર નૉન-સ્ટ્રક્ચરલ (બનમાળખાકીય) સમારકામમાં મદદ માટે અરજી કરી શકે છે. ફેમા કૉમન એરિયામાં થયેલા નુકસાન અથવા ઇમારતની માસ્ટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર થતા અન્ય માળખાકીય એકમો માટે મદદ નહીં આપે.
  • ભાડૂતો જેમને ઇડા વાવાઝોડાને પગલે નુકસાન થયું છે તેઓ પણ ફેમાની સહાયતા માટે અરજી કરી શકે છે. તેમને  ફર્નિચર અને અન્ય સાધનો જેવી અંગત મિલકતને નુકસાન થયેલું હોય તો તેની ભરપાઈ માટે મદદ મળી શકે છે..
  • ન્યૂ યૉર્કમાં રહેતાં એવાં બાળકો જે અમેરિકાના નાગરિકો છે, બિનનાગરિક નિવાસી અથવા ક્વૉલિફાઇડ એલિયન છે તો તેમનાં માતાપિતા અથવા પાલક જેમની પાસે દસ્તાવેજ નથી (અનડૉક્યુમેન્ટેડ), તેઓ બાળક વત્તી હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરી શકે છે. હોનારત વખતે બાળકની ઉંમર 18 વર્ષથી નીચે હોવી જોઈએ. બાળકને અરજદાર માનવામાં આવશે અને વાલી અથવા પાલકને સહઅરજદાર માનવામાં આવશે.
  • ઝોનિંગ સ્ટેટસ કંઈ પણ હોય એ ઉપરાંત બેઝમેન્ટના અપાર્ટમેન્ટમાં રહેતા ભાડૂતો ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે લાયકાત ધરાવી શકે છે. તોફાનમાં નુકસાન પામેલ ફર્નિચર, કાલીન અને સાધનો  જેવી અંગત મિલકતના સમારકામ અથવા તેને બદલવા માટે ભાડૂતોને સહાયતા મળી શકે છે. ફેમા ગ્રાન્ટ હેઠળ ભાડૂતના વીમામાં કવર ન થતી વસ્તુઓને બદલવા માટે મદદ મળી શકે છે.

ફેમાની સહાયતા માટે અરજી કરવા માટે વેબસાઇટ DisasterAssistance.gov, પર જાઓ. ફેમા મોબાઇલ ઍપ વાપરી શકો છો અથવા ફેમા હૅલ્પલાઇન 800-621-3362 પર કૉલ કરો. જો તમે વીડિયો રિલે સર્વિસ (વીઆરએસ), કૅપ્શન્ડ ટેલિફોન સર્વિસ અથવા અન્ય કોઈ સર્વિસ વાપરો છો તો ફેમાને તેનો નંબર આપો. હૅલ્પલાઇન ઑપરેટર્સ દરરોજ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સ્પૅનિશ માટે 2 દબાવો. તમારી ભાષા બોલતા ઇન્ટરપ્રેટર માટે 3 દબાવો.

વીમામાં કવર ન થતી એવી નુકસાની જેમાંથી ઉબરવામાં લાંબો સમય લાગશે તેમાં સહાયતાનો પ્રાથમિક સ્રોત યુ.એસ.સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે. એસબીએ મકાનમાલિકો, ભાડૂતો અને વેપારીઓને નીચા વ્યાજદરે લૉનના રૂપમાં હોનારતસંબંધિત સહાયતા પૂરી પાડે છે.

જો તમે ફેમાની હોનારતસંબંધિત સહાયતા માટે અરજી કરી છે અને તમને એસબીએ પાસે ડિઝાસ્ટર લૉન માટે મોકલવામાં આવ્યા અને તમે તમારી લૉન મંજૂર થઈ ગઈ છે તો તમારે લૉન સ્વીકાર કરવી જરૂરી નથી. જો તમે લૉન માટે લાયકાત નથી ધરાવતા તો એસબીએ તમને ફરી ફેમા પાસે મોકલી શકે છે, તમારી સામે ફેમાની અન્ય નીડ્સ આસિસ્ટન્સ (અન્ય જરૂરિયાત સંબંધિત સહાયતા કાર્યક્રમ)નો વિકલ્પ રહેશે.

ઇડા વાવાઝોડાથી પ્રભાવિત મકાનમાલિકો, ભાડૂતો અને વેપારીઓ ડિઝાસ્ટર લૉન માટે એસબીઓની સુરક્ષિત વેબસાઇટ disasterloanassistance.sba.gov/ela/s/ પર અરજી કરી શકે છે. વધુ માહિતી માટે અરજદારો એસબીએની કસ્ટમર સર્વિસ સેન્ટરને અહીં 800-659-2955 પર કૉલ કરી શકે અથવા DisasterCustomerService@sba.gov. પર ઇમેલ કરો. બધિર અથવા આંશિક રૂપથી બધિર વ્યક્તિઓ 800-877-8339 પર કૉલ કરો.

ન્યૂ યૉર્કના રાહતકાર્યની આધિકારિક માહિતી મેળવવા માટે વેબસાઇટ fema.gov/disaster/4615. પર જાઓ. ફેમાને ટ્વિટર પર twitter.com/femaregion2 અને ફેસબુક પર અહીં facebook.com/fema ફૉલો કરો.

Tags:
સુધાર્યુ